અમદાવાદમાં સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા અને ખુલ્લામાં વર્ગો ન યોજવા આદેશ

તમામ ડીઈઓને ગુજરાત હિટવેટ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા આદેશ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા અને ખુલ્લામાં વર્ગો ન યોજવા આદેશ 1 - image


Ahmedabad schools timings: ગુજરાતમાં ગરમી વધી રહી છે ત્યારે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને ગુજરાત હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઈઓને આદેશ કરવામા આવ્યો છે. 

ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6 થી 11 સુધી કરવાનું રહેશે તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો યોજવા નહિ.

સ્કૂલો સવારે 6 થી 11 વાગ્યા સુધી ચલાવવા પરિપત્ર

ગુજરાત બોર્ડની સ્કૂલોમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે અને સીબીએસઈ અને અન્ય બોર્ડની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ હોવાથી સ્કૂલો રેગ્યુલર ચાલી રહી છે ત્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ગરમી અને હિટવેવને લઈને સ્કૂલો સવારે 6 થી 11 વાગ્યા સુધી ચલાવવા માટે તમામ ડીઈઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. 

કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તમામ ડીઈઓને જણાવવામાં આવ્યું છે કે તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓને હિટવેવ અને તેનાથી થતી અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવે. 

હિટવેવની સંભવિત અસરોથી લેવાયા પગલા 

ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન -એર વર્ગો ન યોજવા એટલે કે ખુલ્લામાં કોઈપણ જાતની શૈક્ષણિક- બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ન કરાવવી. 

કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમા હિટવેવની શક્યતાઓ રહેલ છે અને જેને લઈને બચાવ અને રાહતના આગોતરા પગલા લેવામાં આવે તેથી હિટવેવની સંભવિત અસરોથી બચી શકાય.

ગુજરાત હિટવેવ એકશન પ્લાન-2024 તૈયાર 

ઉપરાંત આ માટે સરકાર દ્વારા ગુજરાત હિટવેવ એકશન પ્લાન-2024 તૈયાર કરવામા આવ્યો છે. જે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખાસ હિટવેવવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતુ હોઈ તમામ ડીઈઓએ તેઓના તાબા હેઠળની સ્કૂલોને આ સંદર્ભે સચેત કરીને જરૂરી તકેદારીના પગલા લેવા આદેશ કરવામાં આવે.

સ્કૂલ કમિશનરના પરિપત્રને પગલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોને સ્કૂલ સમયને લઈને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

અમદાવાદમાં સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા અને ખુલ્લામાં વર્ગો ન યોજવા આદેશ 2 - image


Google NewsGoogle News