Get The App

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, બે લૂંટારુ 65 લાખની લૂંટ કરી ફરાર

Updated: Jul 10th, 2024


Google News
Google News
અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, બે લૂંટારુ 65 લાખની લૂંટ કરી ફરાર 1 - image


Ahmedabad Robbery : અમદાવાદમાં ફરી આંગડિયા કર્મચારીને લૂંટ લેવાની ઘટના બની છે. શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે બનેલી ઘટનામાં આંગળી પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ છે. લૂંટારાઓએ કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટને અંજામ આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

લૂંટારાઓએ કર્મચારીના આંખમાં મરચાંની ભૂકી નાંખી

મળતા અહેવાલો મુજબ શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે આંગડિયા કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ કરવામાં આવી છે. કર્મચારી રિક્ષામાં હતો, ત્યારે બાઈક પર આવેલા બે લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યો હોવાની વિગતો સાંપડી છે. લૂંટારાઓ કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે.

લૂંટારાઓએ એરગનથી કર્યું ફાયરિંગ

અન્ય મળતી વિગતો મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી જમાલપુર એપીએમસી માર્કેટમાંથી નીકળ્યો હતો, જોકે તેઓ રિક્ષામાં એલિસબ્રિજ જિમખાના પાસે પહોંચતા જ લૂંટનો ભોગ નબ્યા છે. આ ઘટનામાં એવી પણ વિગતો મલી છે કે, લૂંટારાઓએ લૂંટને અંજામ આપવા માટે એરગનથી પણ ફાયરિંગ કર્યું હતું. હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

Tags :
Ahmedabad-RobberyAngadia-Firm

Google News
Google News