અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ વયનિવૃત્ત થતાં વધારાનો હવાલો પ્રેમવીર સિંહને સોંપાયો
અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલે વયનિવૃત્ત થઈ રહ્યાં છે
અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ હતું મોખરે
અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે હાલ ફરજ બજાવતા સંજય શ્રીવાસ્તવ આવતી કાલે નિવૃત્ત થઈ રહ્યા છે. જેમના સ્થાને અમદાવાદ પોલીસ કમિશ્નરનો ચાર્જ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા IPS પ્રેમવીર સિંઘને સોંપાયો છે.
અમદાવાદના પોલીસ કમિશ્નર વયનિવૃત્ત થઈ રહ્યાં છે
આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી અને અમદાવાદ રેન્જ આઈજીપી વી.ચંદ્રશેખર સહિતના અનેક અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30મી એપ્રિલના રોજ નિવૃત થતા હોવાથી તેમના સ્થાને કોને બેસાડવા તે બાબતે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા. અંતે IPS પ્રેમવીર સિંહના નામ પર મોહર લાગવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ હોવાથી લોકોમાં પોલીસની છબી સુધારવા માટે ડેમેજ કંટ્રોલ તરીકે અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ડો.શમશેરસીંગ પર સરકારની નજર છે. તેમને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે મુકાય તેવી પ્રબળ શકયતા સેવાઇ રહી છે.
બદલીઓને લઈને પોલીસબેડામાં ભારે ચર્ચાઓ
જેલોના વડાના ડો.કે .એલ.એન રાવને અમદાવાદ પોલીસ કમિશનર બનાવાય તેવી ચર્ચા ચાલી હતી. પરંતુ સમગ્ર ગુજરાતની જેલોમાં ખુદ ગુહમંત્રીએ સર્ચ કરાવ્યુ તેમાં ઘણી બધી જેલોની પોલપટ્ટી સરકારના હાથે લાગી હોવાથી હવે સરકાર તેમને અન્ય કોઇ જગ્યાએ મુકે તેવી શકયતા સેવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમબ્રાંચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીર સીંઘને હટાવીને તેમના સ્થાને IPS આર.વી.અસારી, અભય ચુડાસમા સહિતના અધિકારીઓ રેસમાં હોવાનુ જાણવા મળ્યુ છે. અમદાવાદ રેન્જ આઇજીપી વિ.ચંદ્રશેખરની બદલી કરીને તેમના સ્થાને સંદીપસિંહ, અશોકકુમાર યાદવ તેમજ અન્ય અધિકારીઓ રેસમાં હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે. વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસીંગની બદલી કરવામાં આવે તો તેમના સ્થાને નરસિંહા કોમર તેમજ અન્ય અધિકારીઓના નામ પોલીસબેડામાં ચાલી રહેલી ચર્ચામાં મોખરે છે.