રાજ્યમાં 68 IASની બદલી-બઢતી: અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર બદલાયા
Gandhinagar News: ગાંધીનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજે (1 ફેબ્રુઆરી, 2025) રાજ્યના IAS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકસાથે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.
4 IASની બઢતીના આદેશ
રાજ્ય સરકારે બદલી અને બઢતીના આદેશ કરાયા છે. જેમાં ડૉ. વિનોદ રામચંદ્ર રાવને સરકારના સચિવ, શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને HAGના પગાર ધોરણમાં બઢતી આપી સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદને સરકારના સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
24 સિનિયર IAS અધિકારીઓની બદલી-બઢતી
નામ | બદલી/બઢતી | હાલનો હોદ્દો |
પી. સ્વરૂપ | ઈન્ડસ્ટ્રીઝ કમિશનર | કમિશનર, જમીન સુધારણા વિભાગ |
અવંતિકા સિંઘ | MD, ગુજરાત આલ્કલાઇઝ એન્ડ કેમિકલ્સ વિભાગ (વધારાનો હવાલો) | સચિવ, મુખ્યમંત્રી |
પ્રવીણ સોલંકી | ડિરેેક્ટર જનરલ, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ | કમિશ્નર અને સેક્રેટરી, કોટેજ એન્ડ રૂરલ ઈન્ડસ્ટ્રીઝ |
રાહુલ ગુપ્તા | સેક્રેટરી, ક્લાઇમેટ ચેન્જ વિભાગ | વાઇસ ચેરમેન-MD, GIDC |
બંછાનિધિ પાની | મ્યુનિસિપિલ કમિશનર, અમદાવાદ | ટેકનિકલ એજ્યુકેશન કમિશનર |
રણજીત કુમાર | સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન | સેક્રેટરી, ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સેવા યથાવત્) |
રેમ્યા મોહન | કમિશનર, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન. MD, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ. CEO (વધારાનો હવાલો) GUDM | કમિશનર, આરોગ્ય વિભાગ (ગ્રામીણ) |
સંદીપ સાગલે | ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઑફ ગુજરાત | ઈન્ડસ્ટ્રીઝ કમિશનર, ગાંધીનગર |
આર. એસ. નિનામા | સેક્રેટરી, ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન | ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઑફ ગુજરાત |
ડૉ. કુલદીપ આર્યા | બઢતી: (રેન્ક લેવલ 14) | CEO (ધોલેરા SIR) |
રતનકંવર ગઢવીચારણ | બઢતી: કમિશનર, આરોગ્ય વિભાગ (ગ્રામીણ). મિશન ડિરેક્ટર, નેશનલ હેલ્થ મિશન | કલેક્ટર, સાબરકાંઠા-હિંમતનગર |
પ્રવીણા ડી. કે. | બઢતી: વાઇસ ચેરમેન, MD, GIDC | કલેક્ટર, અમદાવાદ |
નાગરાજન | બઢતી: વાઇસ ચેરમેન અને MD, GSRTC | કલેક્ટર, મહેસાણા |
વિજયકુમાર, ખરાડી | બઢતી: મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન | ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, સ્પીપા |
બી. એ. શાહ | બઢતી: સેટલમેન્ટ કમિશનર અને ડિરેક્ટર, લેન્ડ રેકોર્ડ્સ | કલેક્ટર, વડોદરા |
મહેશ પટેલ | બઢતી: કમિશનર, બ્યૂરો ઑફ પબ્લિક એન્ટરપ્રાઈઝીસ | કલેક્ટર, ડાંગ-આહવા |
બી. પી. ચૌહાણ | બઢતી: ચોથા સ્ટેટ ફાયનાન્સ કમિશનના સભ્ય અને સેક્રેટરી | એડિશનલ સેક્રેટરી, GAD |
બી. કે. પંડ્યા | બઢતી: કમિશનર, જમીન સુધારણા. સેક્રેટરી, મહેસૂલ વિભાગ | કલેક્ટર, જામનગર |
ડી. જે. જાડેજા | રૅન્ક બઢતી (લેવલ 14) અને સેક્રેટરી (હાઉસિંગ અને નિર્મળ ગુજરાત વિભાગ) | ચીફ ટાઉન પ્લાનર |
તુષાર ધોળકિયા | બઢતી: (રેન્ક લેવલ 14) | ચેરમેન, GSSSB |
ડૉ. વિનોદ રાવ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મુખ્ય સચિવ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ |
એમ. થેન્નારાસન | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ | મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ |
અનુપમ આનંદ | બઢતી: (રેન્ક લેવલ 15) | ટ્રાન્સપોર્ટ કમિશનર |
મિલિંદ તોરાવણે | બઢતી: (રેન્ક લેવલ 15) | મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) |
DDO કક્ષાના 44 IAS અધિકારીઓની બઢતી-બદલી
નામ | બદલી/બઢતી | હાલનો હોદ્દો |
સુજીત કુમાર | કલેક્ટર, અમદાવાદ | મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
આર.કે. મહેતા | ભાવનગર મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર (વધારાનો હવાલો) | કલેક્ટર, ભાવનગર |
જી.ટી. પંડ્યા | અધિક સચિવ, શિક્ષણ વિભાગ | કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા |
વિશાલ ગુપ્તા | ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ | ગ્રામીણ વિકાસ કમિશનરેટના અધિક ગ્રામીણ વિકાસ કમિશનર |
અમૃતેશ કાલિદાસ | રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ (વધારાનો હવાલો) | ડે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ |
કે.સી. સંપત | મેનેજિંગ ડિરેક્ટર, ઉદ્યોગ અને ખાણ વિભાગ | કલેક્ટર, સુરેન્દ્રનગર |
આર.એમ. તન્ના | કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા | જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર |
વી.એન. શાહ | અધિક સચિવ, સામાન્ય વહીવટ વિભાગ | જિલ્લા વિકાસ અધિકારી, તાપી-વ્યારા |
એસ.કે. પ્રજાપતિ | કલેક્ટર, મહેસાણા | જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ |
કે.બી. ઠક્કર | કલેક્ટર, જામનગર | જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર |
એસ.ડી. વસાવ | રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, સુરત | જિલ્લા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ |
બી.એમ. પ્રજાપતિ | અધિક ગ્રામીણ વિકાસ કમિશનર, ગ્રામીણ વિકાસ કમિશનર કચેરી | જિલ્લા વિકાસ અધિકારી, પાટણ |
અનિલ ધામેલીયા | કલેક્ટર, વડોદરા | કલેક્ટર, છોટાઉદેપુર |
લલિત નારાયણ સિંહ સંડુ | કલેક્ટર, સાબરકાંઠા-હિંમતનગર | રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર |
રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલ | કલેક્ટર, સુરેન્દ્રનગર | ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત |
ગાર્ગી જૈન | કલેક્ટર, છોટાઉદેપુર | રોજગાર અને તાલીમ નિયામક |
કે.ડી. લાખાણી | રોજગાર અને તાલીમ નિયામક (વધારાનો હવાલો) | શ્રમ નિયામક |
કે.એસ. યાજ્ઞિક | જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર | સભ્ય સચિવ, રાજ્ય મહિલા આયોગ |
બી.બી. ચૌધરી | જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર | નિવાસી અધિક કલેક્ટર, ડાંગ-આહવા |
દિનેશ રમેશ ગુરવ | ડિરેક્ટર, ટેકનિકલ એજ્યુકેશન (વધારાનો હવાલો) | ડિરેક્ટર, હાયર એજ્યુકેશન |
ઉત્સવ ગૌતમ | ડીડીઓ, કચ્છ-ભુજ | ડીડીઓ, દાહોદ |
ચંદ્રકાંત પટેલ | ડીડીઓ, પાટણ | ડીડીઓ, મહીસાગર-લુણાવાડા |
દીપેશ કેડિયા | ડીડીઓ, અરવલ્લી | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), અરવલ્લી-મોડાસા |
અતિરાગ ચપલોત | ડીડીઓ, વલસાડ | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, વલસાડ |
સ્મિત સંતોષ લોઢા | ડીડીઓ, દાહોદ | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, દાહોદ |
હનુલ ચૌધરી | ડીડીઓ, ભાવનગર | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, નર્મદા |
નિધિ સિવચ | ડે. મ્યુનિ. કમિશનર, સુરત | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, માંડવી, સુરત |
રામ નિવાસ બુગલિયા | ડીડીઓ, તાપી | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, સોનગઢ, તાપી |
આનંદુ ગોવિંદ | ડીડીઓ, રાજકોટ | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા, નવસારી |
સુથાર રાજ રમેશચંદ્ર | ડીડીઓ, ડાંગ-આહવા | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, ડાંગ-આહવા |
સચિન કુમાર | ડીડીઓ, છોટા ઉદેપુર | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, છોટા ઉદેપુર |
શ્રીમતી દેવાહુતિ | ડીડીઓ, આણંદ | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, બનાસકાંઠા |
યોગેશ કપાસે | ડીડીઓ, ભરુચ | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, ભરુચ |
જયંત કિશોર માનકલે | ડીડીઓ, ખેડા-નડિયાદ | એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, (GSTDREIS) |
યુવરાજ સિદ્ધાર્થ | ડીડીઓ, મહીસાગર-લુણાવાડા | પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, મહીસાગર-લુણાવાડા |
જીવાણી કાર્તિક | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), વલસાડ | - |
જયંત સિંઘ રાઠોડ | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), , સોનગઢ, તાપી | |
પ્રણવ વિજયવર્ગિય | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), વાંસદા, નવસારી | |
કલ્પેશ કુમાર શર્મા | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), છોટાઉદેપુર | |
કુમારી અન્છુ વિલ્સનન | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), રાજપિપળા, નર્મદા | |
દેવેન્દ્ર પારેખ મીણા | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), દાહોદ | |
સુનિલ | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), માંડવી, સુરત | |
પાટીલ આનંદ અશોક | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), ડાંગ-આહવા | |
કુમારી નિશા | પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP) | જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. |
ટ્રાઇબલ એરિયા સબ પ્લાન (TASP)
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ સોસાયટી (GSTDREIS)
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)