અમદાવાદમાં 20થી વધુ સ્થળે આઈટીના દરોડા, 100 અધિકારીઓ તપાસમાં જોડાયા

શહેરમાં 2 કેમિકલ વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

તપાસમાં બેનામી વ્યવહારો મળવાની આશંકા, સર્ચ ઓપરેશન શરૂ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં 20થી વધુ સ્થળે આઈટીના દરોડા, 100 અધિકારીઓ તપાસમાં જોડાયા 1 - image

અમદાવાદ, તા.11 ઓક્ટોબર-2023, બુધવાર

અમદાવાદ (Ahmedabad)માં આજે ઘણા સ્થળે દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળી રહી છે. શહેરના ઘણા ભાગોમાં આવકવેરા વિભાગ (ncome Tax Department)ની ટીમ ત્રાટકી છે. આઈટી (IT)ના દરોડા પાડા શહેરમાંભરમાં હડકંપ મચી ગયો છે. દરોડામાં કુલ 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આઈટી વિભાગે 2 કેમિકલ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં બેનામી વ્યવહારો મળવાની આશંકા છે.

20થી વધુ સ્થળે ITના દરોડા દરોડા

આવકવેરા વિભાગ દ્વારા બેનામી વ્યવહારોની આશંકાને પગલે શહેરમાં 20થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. હાલ આઈટી વિભાગ દ્વારા મોટાપ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ તપાસમાં આઈટી વિભાગના 100થી વધુ અધિકારીઓ જોડાયા છે અને તેઓએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ આઈટી વિભાગે 2 કેમિકલ (Chemical Company) વેપારીઓને ત્યાં તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગે ધારા કેમિકલ (Dhara Chemical) અને બ્લીચ કેમિકલ (Bleach Chemical)ના ત્યાં દરોડા પાડ્યા છે. દરોડા બાદ બેનામી વ્યવહારો સામે આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


Google NewsGoogle News