તંત્રના પાપે પ્રજા પરેશાન: ભૂવાના કારણે 45 દિવસ બંધ રહેશે અમદાવાદનો રસ્તો

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
તંત્રના પાપે પ્રજા પરેશાન: ભૂવાના કારણે 45 દિવસ બંધ રહેશે અમદાવાદનો રસ્તો 1 - image


Shela Area Traffic Diversion : અમદાવાદમાં ભારે વરસાદના કારણે શેલા-SP રિંગ રોડ વિસ્તારમાં ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગની બહારના રસ્તામાં આખી બસ સમાઈ એટલો મોટો ભૂવો પડ્યો હતો. તંત્રએ હવે આ રસ્તા પર 45 દિવસ માટે એસ.પી રિંગ રોડથી એપલવુડ સર્વિસ રોડથી ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગના ગેટથી સ્કાય આર્કેડ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. જેનો સીધો અર્થ છે કે હજુ દોઢ મહિના સુધી અહીં રહેતા સ્થાનિકોને રસ્તા પર ફરીને અવર-જવર કરવી પડશે.

તંત્રના પાપે પ્રજા પરેશાન: ભૂવાના કારણે 45 દિવસ બંધ રહેશે અમદાવાદનો રસ્તો 2 - image

ઔડાએ ટ્રાફિક મૂવમેન્ટ માટે નક્શો જાહેર કર્યો

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અધિક કલેક્ટરના આદેશ મુજબ ઔડા દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે, તેમાં જણાવાયું છે કે, એસ.પી. રિંગ રોડ પરના એપલવુડ સર્વિસ રોડથી, ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગના ગેટથી, સ્કાય આર્કેડ ચાર રસ્તા પર ભારે વરસાદના પડવાના કારણે રસ્તો બેસી જવાના કારણે તેમજ ગ્રેવિટી અને મેઈન સીવરેજ લાઈનનું કામ ચાલુ હોવાના કારણે આ રસ્તા 45 દિવસ સુધી બંધ કરી ડાયવર્ઝન કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ઔડા દ્વારા લોકો વૈકલ્પિક ભાગરૂપે ટ્રાફિક મૂવમેન્ટ કરી શકે તે માટે નક્શો પણ બહાર પાડવામાં આવ્યો છે.

શેલામાં બસ સમાઈ જાય એટલો ભૂવો પડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 7મી જૂને ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પહેલા જ ભારે વરસાદમાં સ્થાનિક તંત્રની પોલ ખૂલી ગઈ હતી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. બીજી તરફ, પોશ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબ O7 રસ્તા પર આખેઆખી બસ સમાઈ જાય એવડો મોટો ભૂવો પડી ગયો હતો. 


Google NewsGoogle News