Get The App

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સાંજે 7:20 સુધી જ દોડશે, GNLUથી ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
Ahmedabad to Gandhinagar Metro


Ahmedabad to Gandhinagar Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35 જ્યારે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે.

મોટેરા સ્ટેડિયમથી જીએનએલયુ રૂટ વચ્ચે કુલ 17 ફેરા

મેટ્રો ટ્રેનની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર-1નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. મોટેરા સ્ટેડિયમથી રવાના થઇને આ ટ્રેન 17 મિનિટમાં જીએનએલયુ પહોંચશે. બંને રૂટ વચ્ચે કુલ 17 ફેરા થશે.

આ પણ વાંચો: PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, આજે અનેક વિકાસ કાર્યોની આપશે ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

GNLUથી ગિફ્ટ સિટીના રૂટમાં કુલ 19 ફેરા થશે

આ ઉપરાંત જીએનએલયુ મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન વચ્ચે સવારે 8:25 થી સાંજે 6:35 જ્યારે ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી જીએનએલયુ મેટ્રો સ્ટેશન સવારે 7:18 થી સાંજે 6:48 વચ્ચે દોડાવાશે. જીએનએલયુથી પીડીઈયુ ચાર મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે. આ રૂટમાં કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર-1 જીએનએલયુથી ગિફ્ટ સિટીના ફેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.

મોટેરાથી સેક્ટર-1 જવા છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે

સેક્ટર-1થી સવારે 7:20થી આ ટ્રેનનો પ્રારંભ, સવારે 7:36ના જીએનએલયુ, સવારે 7:55ના મોટેરા પહોંચશે. સેક્ટર-1થી છેલ્લી ટ્રેન સાંજે 6:40ના. મોટેરાથી સવારે 8 વાગે પહેલી ટ્રેન, સવારે 8:17ના જીએનએલયુ, સવારે 8:35ના સેક્ટર-1. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે.

મેટ્રોને અત્યારસુધી રૂ. 64 કરોડની આવક 

મેટ્રો રેલમાં બીજી ઓક્ટોબર 2022થી ઓગસ્ટ 2024 સુધી કુલ 5:28 કરોડ મુસાફરો નોંધાયા અને તેનાથી કુલ રૂપિયા 64.76 કરોડની આવક થયેલી છે. આમ, પ્રતિ દિવસે મેટ્રોને સરેરાશ રૂપિયા 9.26 લાખ જેટલી આવક થાય છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સાંજે 7:20 સુધી જ દોડશે, GNLUથી ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે 2 - image


Google NewsGoogle News