એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા 1 - image


Ahmedabad-Gandhinagar Metro : ગુજરાત અને ભારત સરકારે મળીને GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા બનાવેલી મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાના પ્રારંભમાં હવે ગણતરીના દિવસો બાકી છે. મેટ્રોનો આ બીજો તબક્કો અમદાવાદ અને ગાંધીનગરને જોડશે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે સેક્ટર-1 થી શુભારંભ કરશે. 

અમદાવાદ-ગાંધીનગરની કનેક્ટિવિટી બનશે મજબૂત

મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં બેસીની ગિફ્ટ સિટીની મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી મેટ્રોનું ઉદ્દઘાટન કરશે તે ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન એરપોર્ટને પણ પાછળ મુકે તેવું બનાવવામાં આવ્યું છે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે લોકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. 

   એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા 2 - image

મુસાફરોને થશે ફાયદો

સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. એક ઉદાહરણથી સમજીએ તો, એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર ₹35 રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું ₹ 415થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું ₹375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા 3 - image

અંતર (કિમી)
ભાડુ (રૂપિયા)
0-2.5
5
2.5-7.5
10
7.5-12.5
15
12.5-17.5
20
17.5-22.5
25
22.5-30
30
30-37.5
35
37.5 થી ઉપર
40

એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા 4 - image

દિવ્યાંગો માટે ખાસ સુવિધા

દિવ્યાંગ વ્યક્તિ પણ મેટ્રોની સુવિધાનો લાભ લઈ શકે તે માટે રેમ્પ અને વ્હીલચેરની સુવિધા પણ કરવામાં આવી છે. આ સિવાય નેશનલ બિલ્ડિંગ કોડની ગાઈડલાઈન મુજબ ટેક્સટાઇલ ફ્લોરિંગ, લો હાઇટ ટિકિટ કાઉન્ટર, બ્રેઇલ કોલ બટન તેમજ લિફ્ટ અને રેસ્ટરૂમમાં હેન્ડરેલની સુવિધા પણ આપવામાં આવી છે. 

મુસાફરો માટે આધુનિક સુવિધા

સ્ટેશન કોનકોર્સ પર પેઇડ અને અનપેઇડ વિસ્તાર અલગ કરવામાં આવ્યા છે. મુસાફરો અનપેઇડ વિસ્તારમાંથી ટિકિટ ખરીદે છે અને પેઇડ વિસ્તારમાં પ્રવેશે છે, જ્યાંથી તેઓ પ્લેટફોર્મ પર જઈ અને ટ્રેનમાં ચઢી શકે છે. મુસાફરોની સલામતી માટે ઈમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS), પેસેન્જર્સ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ (PIDS) વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે.

એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા 5 - image

મેટ્રોના દરેક સ્ટેશન 140 મીટર લંબાઈ, 20.5 મીટર પહોળાઈ, 20-25 મીટર ઊંચાઈ તથા 5,340 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા ધરાવે છે, જેમાં એન્ટ્રી-એક્ઝિટનો પણ સમાવેશ થાય છે. દરેક સ્ટેશનમાં મુસાફરોની સરળતા માટે રસ્તાની બંને બાજુએ 2 એન્ટ્રી એક્ઝિટ છે, જ્યાં 4 લિફ્ટ અને 4 એસ્કેલેટર્સની જોગવાઈ છે. બાંધકામના તબક્કા દરમિયાન પ્રોજેક્ટ ડિઝાઇન અને અમલીકરણ માટે લગભગ 5,000 વ્યક્તિઓની ડાયરેક્ટ અને 10,000 ઈનડાયરેક્ટ માનવશક્તિ કાર્યરત હતી. વધુમાં, ઓપરેશનના તબક્કા દરમિયાન લગભગ 1500 કર્મચારીઓને રોજગાર પૂરો પાડવામાં આવશે.

એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા 6 - image

ગુજરાતી સંસ્કૃતિની ઝલક

ગુજરાતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તેમજ સામાજિક અને પર્યાાવરણીય સુવિધાઓને દર્શાવવા માટે સ્ટેશનો પર કલાકૃતિઓ દોરવામાં આવી છે.


Google NewsGoogle News