Get The App

દેશવિરોધી પ્રવૃત્તિમાં ઝડપાયેલા અમદાવાદના વેપારીએ સુરતમાં બે સ્થળે રોકડ તફડાવી હતી

જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહેતો છારા ગેંગનો સૂત્રધાર અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખ ત્રણ સાગરીતો સાથે બે બાઈક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુના કરતો હતો

વડોદરામાં પણ બે સ્થળે ચેઈન સ્નેચીંગ કર્યું હતું : વર્ષ 2002 માં અમદાવાદમાં કોમી રમખાણોમાં પણ ઝડપાયો હતો : જેલમાં છારા ગેંગના પપ્પુ સાથે મુલાકાત બાદ ચીલઝડપના ગુના આચરવાનું શરૂ કર્યું હતું

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
દેશવિરોધી પ્રવૃત્તિમાં ઝડપાયેલા અમદાવાદના વેપારીએ સુરતમાં બે સ્થળે રોકડ તફડાવી હતી 1 - image


- જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહેતો છારા ગેંગનો સૂત્રધાર અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખ ત્રણ સાગરીતો સાથે બે બાઈક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુના કરતો હતો

- વડોદરામાં પણ બે સ્થળે ચેઈન સ્નેચીંગ કર્યું હતું : વર્ષ 2002 માં અમદાવાદમાં કોમી રમખાણોમાં પણ ઝડપાયો હતો : જેલમાં છારા ગેંગના પપ્પુ સાથે મુલાકાત બાદ ચીલઝડપના ગુના આચરવાનું શરૂ કર્યું હતું


સુરત, : જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા એટીએસના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલઝડપ અને ચેઈન સ્નેચીંગના ચાર ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઈમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો.છારા ગેંગનો સૂત્રધાર તેના ત્રણ સાગરીતો સાથે બે બાઈક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નાસતા ફરતા સ્ક્વોડે મળેલી બાતમીના આધારે નાનપુરા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સામેની ગલીમાંથી અબ્દુલ ઉર્ફે પીરઅલી મોહમદ સાકીર શેખ ( ઉ.વ.47, રહે.મકાન નં.3, અલકમલ સોસાયટી, મક્તમપુરા સ્કુલની ચાલી, રોયલ અકબર, જુહાપુરા, અમદાવાદ. મૂળ રહે.ઉત્તરપ્રદેશ ) ને ઝડપી લીધો હતો.વર્ષોથી કપડાનો વેપાર કરતો અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખ સુરતમાં વીઆર મોલ વાય જંકશન પાસે વેપારીના ડ્રાઈવર પાસેથી રૂ.4.40 લાખની થેલીની લૂંટ અને ડીંડોલી રોડ પર ભંગારના વેપારી પાસેથી બાઈકને કારની ટક્કર લાગ્યાનો ત્રાગડો કરીને રૂ.5.49 લાખની બેગ સેરવવાના ગુનામાં તેમજ વડોદરાના ફતેહગંજમાં બે મહિલાઓને ટાર્ગેટ કરી પીછો કરી સોનાની ચેઈન અને મંગળસૂત્ર તોડવાના ગુનામાં વોન્ટેડ હતો.

દેશવિરોધી પ્રવૃત્તિમાં ઝડપાયેલા અમદાવાદના વેપારીએ સુરતમાં બે સ્થળે રોકડ તફડાવી હતી 2 - image

વર્ષ 2002 માં અમદાવાદમાં કોમી રમખાણોમાં ઝડપાયેલા અને ત્યાર બાદ જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા એટીએસના હાથે ઝડપાયેલા અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે તેના ત્રણ સાગરીતો શરીફખાન ફરીદખાન, કનુભાઈ ઉર્ફે કનૈયો રામાભાઈ સોલંકી અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પુનમભાઈ ગારંગે સાથે મળી અમદાવાદથી બે બાઈક ઉપર સુરત અને વડોદરા આવતો હતો અને ગુનાનો અંજામ આપતો હતો.જેલમાં છારા ગેંગના પપ્પુ સાથે મુલાકાત બાદ તેણે ચીલઝડપના ગુનાને અંજામ આપવાનું શરૂ કર્યું હતું અને તે ગેંગનો સૂત્રધાર પણ બન્યો હતો.ઉલ્લેખનીય છે કે તેના ત્રણ સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર મહિના અગાઉ ઝડપી લીધા હતા.


Google NewsGoogle News