Get The App

અમદાવાદ 41.5 ડિગ્રી ગરમીમાં શેકાયું : આજે પણ 'યલો એલર્ટ', 9 શહેરમાં તાપમાન 40થી વધુ

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
અમદાવાદ 41.5 ડિગ્રી ગરમીમાં શેકાયું : આજે પણ 'યલો એલર્ટ', 9 શહેરમાં તાપમાન 40થી વધુ 1 - image

Ahmedabad Weather : સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થયા બાદ ગુજરાતમાં ગરમીનું જોર ફરી એકવાર વધ્યું છે. આજે 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો.  42.5 ડિગ્રી સાથે ડાંગમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં 41.3 ડિગ્રીએ ગરમીનો પારો રહ્યો હતો. અમદાવાદમાં આવતીકાલે ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહેતાં આવતીકાલે પણ 'યલો એલર્ટ' રહેશે.

ગુરુવારથી ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે

આજે અમદાવાદમાં 41.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં ગરમીનો દિવસ બાદ બન્યું હતું. હવામાન  પારો 41 ડિગ્રીને પાર થયો હોય તેવું 6 ગુરુવારથી સોમવાર દરમિયાન તાપમાન 36થી 39 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીમાં આંશિક ઘટાડો અનુભવાશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આવતીકાલે તાપમાન 42ડિગ્રી સુધી ગયા બાદ ગુરુવારથી ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. આ પછી 22 એપ્રિલ બાદ ગરમીનું જોર ફરી વધવા લાગશે. 

અમદાવાદ 41.5 ડિગ્રી ગરમીમાં શેકાયું : આજે પણ 'યલો એલર્ટ', 9 શહેરમાં તાપમાન 40થી વધુ 2 - image

ચક્કર આવવા, માથુ દુઃખવું જેવી સમસ્યાના કેસમાં પણ વધારો

ગત રાત્રિએ 27 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.7 ડિગ્રીનો વધારો થયો હતો. આમ રાત્રિના સમયે પણ ગરમી અનુભવાઈ હતી. અમદાવાદમાં વર્ષ 2014થી એપ્રિલમાં કમસેકમ એકવાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે. આજે બપોરના સમયે આગ વરસાવતી ગરમીથી શહેરીજનો ત્રસ્ત બન્યા હતા. ચક્કર આવવા, માથામાં દુઃખાવો થવો જેવા ગરમીને લગતી સમસ્યાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો.

અમદાવાદ 41.5 ડિગ્રી ગરમીમાં શેકાયું : આજે પણ 'યલો એલર્ટ', 9 શહેરમાં તાપમાન 40થી વધુ 3 - image

પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં હીટ વેવની સ્થિતિ રહેશે

આજે અન્યત્ર જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં વડોદરા, અમરેલી, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, ભુજ, સુરતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આગામી બુધવાર-ગુરુવારના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં હીટ વેવની સ્થિતિ રહેશે


Google NewsGoogle News