Get The App

નવસારીમાં સી.આર. પાટીલની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતાની પુત્રી લડી શકે છે ચૂંટણી!

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
નવસારીમાં સી.આર. પાટીલની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતાની પુત્રી લડી શકે છે ચૂંટણી! 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાત કોંગ્રેસના ચાણક્ય કહેવાતા સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ નવસારી બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મુમતાઝે કોંગ્રેસને વિનંતી કરી છે કે તેમને નવસારી બેઠક પરથી ટિકિટ આપવા વિચારે. આ બેઠક પરથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સાંસદ છે. ગુજરાત કોંગ્રેસ નવસારીથી મુમતાઝના નામની તરફેણમાં નથી પરંતુ સીઈસીની બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે.

અગાઉ મુમતાઝ પટેલે આ બેઠક ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બેઠક આપને આપી છે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં માત્ર મુમતાઝ પટેલ જ નહીં પરંતુ તેના ભાઈ ફૈઝલ પટેલ પણ આ બેઠક પર દાવેદારી કરી રહ્યા હતા. અગાઉ મુમતાઝ પટેલે અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી ફૈઝલ પટેલે દાવો કર્યો હતો કે તેની બહેન ઈચ્છે છે કે તે અહીંથી ચૂંટણી લડે. મુમતાઝ પટેલે તો આપના ઉમેદવારની જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી હતી.

બેઠકની વહેંચણી પહેલા જ આમ આદમી પાર્ટીએ ચૈત્ર વસાવાને આ સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ચૈત્રા વસાવા આપના ધારાસભ્ય છે. તેઓ આદિવાસી નેતા તરીકે ઓળખાય છે. આ પહેલીવાર છે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીમાં પણ બંને પક્ષો ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે રાજ્યની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન થશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. તમામ 26 બેઠકો પર સાતમી મેના રોજ મતદાન થશે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી. 

ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન

•પહેલા તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.

•બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.

•ત્રીજા તબક્કામાં સાતમી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.

•ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.

•પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.

•છઠ્ઠા તબક્કામાં 25મી મેએ સાત રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.

•સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.

•પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.


Google NewsGoogle News