Get The App

વિદેશના વિઝા બનાવી આપવાના બહાને દિવાળીપુરાની મહિલા પાસેથી એજન્ટે રૂપિયા 5.61 લાખ પડાવ્યા

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
વિદેશના વિઝા બનાવી આપવાના બહાને દિવાળીપુરાની મહિલા પાસેથી એજન્ટે રૂપિયા 5.61 લાખ પડાવ્યા 1 - image


Vadodara Visa Fraud : વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી મહિલાને વિદેશના વિઝા બનાવી આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા 5.61 લાખ એજન્ટે પડાવી લીધા હતા. પરંતુ કોઈ બીજા એજન્ટે નહીં બનાવી આપી તેમની સાથે છેતરપિંડી આચરી હતી. જે બાદ મહિલાએ રૂપિયા પરત માગતા તમારાથી થાય તે કરી લો હું રૂપિયા પરત નહીં આપું તેવી ધમકી આપી હતી. જેથી મહિલાએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ઠગ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી મા સ્મૃતિ સોસાયટીમાં રહેતા ભુમીકા રાસેશ્વર પુરોહિતે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2022 ના ઓગસ્ટ મહિનામાં મારે વિદેશ અભ્યાસ કરવા માટે જવાનું હોય એજન્ટને શોધતા હતા. દરમિયાન જુના પાદરા રોડ પર લેન્ડમાર્ક કન્સનટન્સીની ઓફિસમાં હું તથા મારા પતિએ ગયા હતા. ત્યારે દીપક અગ્રવાલ નામના માણસ મળ્યો હતો. તેને અમને જણાવેલ કે, “તે પોતે એક વિઝા એજન્ટ છે. તે મારા સ્ટુડન્ટ વિઝા અને મારા પતિ તથા મારી દીકરીના ડીપેન્ડર વિઝા કરાવી આપશે તથા અમારી કામગીરી કરવા બાબતે અમારે માત્ર રૂપીયા 25 હજાર પ્રોસેસ કરવા માટે તથા જે યુનિવર્સીટીની ફી થશે તે ફી ના રૂપીયા તથા જે વિઝા બાબતેની ફી થશે તે અમારે આપવાની રહેશે. ત્યારબાદ અમારું કામ ડીસેમ્બર 2022 સુધી કરી આપશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. એજન્ટે અમારી પાસેથી અલગ અલગ શરતો બતાવી અમારા વિઝા બાબતેનું કામ વહેલાસર કરી આપશે તેમ જણાવી વર્ષ 2023 થી 24 સુધીના સમયગાળા દરમ્યાન વિઝા પ્રોસેસની અલગ અલગ ફી ભરવાનુ જણાવી રોકડા તથા ઓનલાઈન મળી રૂપીયા 5.36 લાખ અમારી પાસેથી મેળવી લીધા હતા. અમારા વિઝા બાબતેનું કામ નહી કરી આપી અમારી સાથે છેતરપીંડી હતી. જેથી અમે એજન્ટ પાસે વારંવાર માંગણી કરતા તેણે પડાવી લીધેલા રૂપિયા 5.61 લાખની અવારનવાર માંગણી કરતા અમારા રૂપીયા પરત આપતો નથી. ઓગસ્ટ-2024મા તેની પાસે રૂપીયા માંગતા પરત નહી આપી જે થાય તે કરી લો તમારા રૂપીયા પરત મળશે નહિ તેવી ધમકી પણ આપતો હતો. જેથી જે.પી રોડ પોલીસે મહિલાની ફરિયાદના આધારે દીપક અગ્રવાલ વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :