જામનગરના આઘેડનો પુત્રના ત્રાસથી કંટાળી જઈ પોલીસ મથકમાં આત્મહત્યાના પ્રયાસ : હોસ્પિટલમાં દાખલ કરાયા
Jamnagar Suicide Case : જામનગરમાં રહેતા એક આધેડ પુરુષએ પુત્રના ત્રાસથી કંટાળી જઈ પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કરતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શહેરમાં રહેતાં અરવિંદભાઈ સોલંકી નામના 58 વર્ષીય આધેડે ગઈકાલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કોઈ ઝેરી દવા પી લેતાં તેઓને તાબડતોબ જી. જી.હોસ્પિટલ ખસેડાયા હતા. અને તુરંત સારવાર શરૂ કરવામાં આવી હતી. પુત્રના ત્રાસથી કંટાળી જતા આખરે એક લાચાર પિતાએ પોલીસ મથકે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આગાઉ પણ પુત્ર પોતાના કહ્યામાં નહિ હોવાની અને પુત્ર સાથે કોઈ એ આર્થિક વ્યવહાર નહિ કરવા અંગે પિતાએ જાહેરાત કરી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી સારવાર લઇ રહેલા અરવિંદભાઈ સોલંકીનું નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.