મોંઢા ઉપર રૂમાલ બાંધી પીછો કરી બનેવીએ તરૂણીને મોબાઇલ આપી કોલ કરવા ઇશારો કર્યો

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
મોંઢા ઉપર રૂમાલ બાંધી પીછો કરી બનેવીએ તરૂણીને મોબાઇલ આપી કોલ કરવા ઇશારો કર્યો 1 - image



- પ્રેમલગ્ન બાદ મોટી બહેને 6 મહિનામાં જ ડિવોર્સ લીધા હતાઃ ત્યાર બાદ પણ બહેનનો પૂર્વ પતિ કનડગત કરતો હતો, છેવટે ફરિયાદ નોંધાવાઇ
- પ્રેમલગ્ન બાદ પણ બનેવીના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાથી મોટી બહેને છૂટાછેડા લીધા હતા


સુરત


ગોડાદરા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રવાસી કાર્ટીંગ એજન્ટની મોટી પુત્રીએ પ્રેમલગ્નના માત્ર 6 મહિનામાં જ પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા પતિને છૂટાછેડા આપી દીધા હોવા છતા તેની કડનગત કરવા ઉપરાંત સ્કૂલ નજીક ઉભેલી નાની બહેનને જબરજસ્તી મોબાઇલ આપી તું આ મોબાઇલ રાખ અને હું તને જયારે પણ ફોન કરૂ ત્યારે વાત કરજે એમ કહેનાર યુવાન વિરૂધ્ધ ગોડાદરા પોલીસે છેડતીનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મોંઢા ઉપર રૂમાલ બાંધી પીછો કરી બનેવીએ તરૂણીને મોબાઇલ આપી કોલ કરવા ઇશારો કર્યો 2 - image
મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો અને હાલમાં ગોડાદરા વિસ્તારમાં રહેતા કાર્ટીંગ એજન્ટના ત્રણ સંતાન પૈકી 20 વર્ષીય મોટી પુત્રી સંગીતા (નામ બદલ્યું છે) ને ઘનશ્યામ જાનાભાઇ જીંજાળા (રહે. વિક્રમનગર સોસાયટી, સીતાનગર ચોકડી, પુણા) ફેબ્રુઆરી 2023 માં ભગાડીને અમદાવાદ લઇ ગયો હતો. જયાં બંનેએ પ્રેમલગ્ન કરી સાથે રહેતા હતા. પરંતુ ધનશ્યામને પરસ્ત્રી સાથે પણ સંબંધ હોવાની જાણ થતા સંગીતા પિયરમાં રહેવા આવી ગઇ હતી અને સામાજીક રીતે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધા બાદ પણ ઘનશ્યામ સંગીતાને હેરાન કરતો હોવાથી પુણા વિસ્તારનું રહેણાંક છોડીને કાર્ટીગ એજન્ટ પરિવાર સાથે વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેવા ચાલ્યો ગયો હતો. દરમિયાનમાં ગત 24 ફેબ્રુઆરીના રોજ કાર્ટીંગ એજન્ટની ધો. 7 માં અભ્યાસ કરતી 12 વર્ષીય મીતા (નામ બદલ્યું છે) બપોરે 12 વાગ્યે વાનમાં સ્કૂલે ગઇ હતી. સ્કૂલ નજીક સ્ટેશનરીમાં મીતા સ્કેલ લેવા ગઇ ત્યારે મોંઢા ઉપર રૂમાલ બાંધી ઘનશ્યામ તેની પાસે પહોંચી ગયો હતો અને જબરજસ્તી હાથમાં મોબાઇલ ફોન આપી તું આ મોબાઇલ રાખ અને હું તને જયારે પણ ફોન કરૂ ત્યારે તું મારી સાથે વાત કરજે એવું કહ્યું હતું. જો કે મીતા મોબાઇલ પરત આપે તે પહેલા ઘનશ્યામ ત્યાંથી ભાગી ગયો હતો અને ઘનશ્યામની હરકતથી ડરી જનાર મીતાએ સ્કૂલના શિક્ષકને જાણ કરી હતી. શિક્ષકે તુરંત જ તેના પિતાને જાણ કર્યા બાદ ઘનશ્યામ જીંજાળા વિરૂધ્ધ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News