તાલાલા પાસે બે ભૂકંપો પછી ઉના, તુલસીશ્યામ પાસે ૩.૧નો ધરતકંપ
રાજ્યમાં ઈ.૨૦૨૫ના પ્રથમ સપ્તાહમાં ૬ તીવ્ર ભૂકંપો
ગીર જંગલની ધરતીની ઉપલી સપાટીએ પેટાળમાં ફોલ્ટ્સ, સવા મહિનામાં
ગુજરાતમાં ૧૨ ભૂકંપોમાં ૪ સૌરાષ્ટ્રમાં,૮
કચ્છમાં
રાજકોટ : ઈ.સ.૨૦૨૫ના આરંભ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ ગીર વિસ્તારમાં ભૂકંપોનું પ્રમાણ વધી રહ્યું છે. ગત છ દિવસમાં તાલાલા પંથકમાં બે ભૂકંપો આવ્યા બાદ આજે બપોર બાદ ૩-૨૭ વાગ્યે ઉના પાસે ૩.૧ની તીવ્રતાના ભૂકંપથી ધરતી કંપી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે મે-૨૦૨૧થી ફેબુ્રઆરી-૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં ૪થી વધુ તીવ્રતાના ૧૫ ધરતીકંપો નોંધાયા તેમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ઉના પાસે ૪.૫ની તીવ્રતાનો નોંધાયો હતો.
આજે ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૨૦ કિ.મી.ઉત્તર દિશામાં
પ્રસિધ્ધ યાત્રાસ્થળ તુલસીશ્યામ અને ગીરગઢડાવચ્ચે અને કોડિયા ગામ પાસે ૨૦.૯૯૪
અક્ષાંસ અને ૭૦.૯૮૫ રેખાંશ પર નોંધાયું છે. આ વિસ્તારમાં કચ્છ જેવી ધરતીમાં ખૂબ
ઉંડે કોઈ ફોલ્ટલાઈન નથી પરંતુ,
ઉપરી સપાટી ફોલ્ટ્સ આવેલા છે. આજનો ભૂકંપ માત્ર ૫૬૦૦ મીટરની ઉંડાઈએ ઉદ્ભવ્યો
હતો અને તેનાથી ભયની લાગણી ફેલાઈ હતી.
ત્રણ દિવસ પહેલા તા.૩ જાન્યુઆરીએ તાલાલા પાસે ૩
કિ.મી.દક્ષિઁણે ૧૮.૭ કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો અને તેના બે દિવસ પહેલા નવા
ઈસ્વીસનના આરંભે, તા.૧
જાન્યુઆરીએ તાલાલાથી ૧૫ કિ.મી.
ઉત્તર-પૂર્વ દિશાએ ૬.૬ કિ.મી. ઉડાઈએ ધરતીકંપ ઉદ્ભવ્યો હતો.
નવા વર્ષના માત્ર એક સપ્તાહમાં ગુજરાતમાં ૬ ધરતીકંપો આઈ.એસ.આર.ની
ઓબ્ઝર્વેટરીએ નોંધ્યા છે જેમાં ૩ ભૂકંપો તાલાલા અને આજે ઉના પાસે અને ત્રણ ભૂકંપો
કચ્છના દુધઈ,રાપર અને
ભચાઉ પંથકમાં નોંધાયા છે. ગત ડિસેમ્બર માસમાં ૨.૫થી ૩.૨ની તીવ્રતાના ૬ ભૂકંપો
સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં એક અને ૫ કચ્છના ભચાઉ,દુધઈ,
લખપત, રાપર
પંથકમાં નોંધાયા હતા.
ઉપરોક્ત ધરતીકંપો ઉપરાંત અન્ય નાના આંચકા અસંખ્ય
સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયા છે પરંતુ,
સેન્ટર દ્વારા ૨.૫થી વધુ તીવ્રતાના કંપનની વિગતો જ ઓનલાઈન જારી કરાતી હોય છે.