Get The App

સચિનની આગમાં દાઝેલા દંપતીના મોત બાદ બાળકીએ પણ દમ તોડયો

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
સચિનની આગમાં દાઝેલા દંપતીના મોત બાદ બાળકીએ પણ દમ તોડયો 1 - image


- દુધ ગરમ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા દંપતી અને ૩ સંતાન દાઝી ગયા હતાઃ બે સંતાન સારવાર હેઠળ

 સુરત,:

સચીનમાં ૨૩ દિવસ પહેલા દુધ ગરમ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા દાઝી એક પરિવારના પાંચ સભ્યો પૈકી દંપતિના મોત બાદ બુધવારે રાત્રે સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ હતું. આ બનાવમાં કુલ મૃત્યુ આંક ત્રણ થયો છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં સુડા સેકટર પાસે સાંઇનાથ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષીય જૈમીનનિશા ફિરોઝ અંન્સારી ગત તા.૧૪મી મોડી રાતે ઘરમાં દુધ ગરમ કરવા માટે ગેસનો ચુલો કરવા ગઇ હતી. તે સમયે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાના લીધે આગનો ભડકો થયા બાદ આગ લાગી હતી. જોકે આગની લપેટમાં જૈનીનનિશા, તેમના પતિ ફિરોઝ સતાર અંન્સારી (ઉ-વ-૨૫) તથા તેમના સંતાનમાં અલીમાસ (ઉ-વ-૪), શેહજાદી (ઉ-વ-૩) અને અલ્તાફ (ઉ-વ-૩) દાઝી ગયા હતા. જેથી પરિવારના પાંચે સભ્યોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં થોડા દિવસ પહેલા સારવાર દરમિયાન ફિરોઝનું મોત થયા બાદ તેની પત્ની જૈમીનનિશાનું મોત નીંપજયું હતું. ત્યારબાદ તેમની ૩ વર્ષીય પુત્રી શહજાદીનું સારવાર દરમિયાન બુધવારે રાતે મોત થયુ હતું. જયારે બે બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. જયારે આ બનાવમાં કુલ મરણઆંક વધીને ત્રણ પર પહોચ્યો છે. આ અંગે સચીન પોલીસે તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News