શેઠના અવસાન બાદ કેરટેકરે 55 લાખ રૂપિયા પડાવી લીધા
Vadodara : વડોદરામાં મકરપુરા વિસ્તારના ઋતુરાજ કોમ્પલેક્ષમાં રહેતા 64 વર્ષના શારદાબેન અખિલેશકુમાર ત્રિપાઠી એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પતિ લીબીયામાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. વર્ષ 2016-2017 માં તેઓ પરત ભારત આવેલા અને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ટાટા હાઉસિંગ કોમ્પલેક્ષમાં મકાન અને ઓફિસ રાખતા હતા. હું મારી દીકરી અને દીકરા સાથે વડોદરા રહેતી હતી અને મારા પતિ કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા હતા. મારા પતિએ તેમની મદદ માટે દિવ્યાંશું મહેન્દ્ર પ્રતાપ તિવારીને કેરેટેકર તરીકે રાખેલો હતો. તે મારા પતિને તમામ પ્રકારનું કામ કરતો હતો. તારીખ 11-8-2014 ના રોજ મારા પતિને હાર્ટ એટેક આવતા તેઓનું અવસાન થયું હતું. કેરટેકર તરીકે રાખેલા દિવ્યાંશુંએ મારા પતિના એકાઉન્ટમાંથી 55 લાખ રૂપિયા તેના અંગત કામ માટે લઈ લીધા હતા. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.