ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બીભત્સ મેસેજ મોકલ્યા બાદ પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો પ્રયાસ
Vadodara Molestation Case : વડોદરાના પાદરામાં રહેતી પરિણીતાને આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બીભત્સ મેસેજ મોકલતો હતો. તાજેતરમાં મહિલાના પતિ ઘરે હાજર ન હતા ત્યારે આદિલ મહિલાના ઘરે અચાનક ઘૂસી આવ્યો હતો.
ત્યારબાદ આદિલે મહિલા જોડે જબરદસ્તી કરીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો પરિણીતાએ વિરોધ કરતા આદિલે પરિણીતાને ચાકુ બતાવીને આ બાબતની જાણ કોઇને કરશે, તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં વધુમાં ધમકી આપતા તેણે કહ્યું કે, તારા પતિને ખોટા કેસમાં ફસાવી દઇશ.
આખરે આ ઘટનાનો ભોગ બનનાર મહિલાએ આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આદિલ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.