Get The App

વડોદરા કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિ : રેવન્યુ ઓફિસર બાદ હવે ઇજનેરોની ભરતીનો વિવાદ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિ : રેવન્યુ ઓફિસર બાદ હવે ઇજનેરોની ભરતીનો વિવાદ 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોપોરેશનમાં ભરતીના નિયમોમાં પણ વ્હાલા દવલાની નીતિ ચાલી રહી છે. તાજેતરમાં રેવન્યુ ઓફિસર માટે ખાતાકીય, વિજિલન્સની તપાસ બાકી હોય તે અરજી કરી શકશે નહીં. જ્યારે ઈજનેરોની ભરતી પ્રક્રિયામાં આ નિયમ રાખવામાં આવ્યો નથી તેનો વિવાદ સર્જાયા બાદ હવે કોપીરેશનમાં કાર્યપાલક ઇજને૨ (ઇલેક્ટ્રિકલ)ની સીધી ભરતીની જાહેરાત આપતા વધુ એક વિવાદ સર્જાયો છે. ત્યારે કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલની જગ્યાની પરીક્ષા રદ કરવા માંગણી કરતો પત્ર કોપીરેશનના વર્ષોથી કાર્યપાલક ઇજનેરના હવાલા સંભાળતા ત્રણ ઇજનેરોએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવ્યો છે.

કોર્પોરેશનમાં હવાલાના ત્રણ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ મિકેનિકલએ મ્યુનિસિપલ કમિશનરને પત્રમાં જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશનમાં અત્યાર સુધી થયેલ જુદા-જુદા હુકમો મુજબ કાર્યપાલક ઈજને૨નો ચાર્જ દશ વર્ષ ઉપરાંતથી સ્ટ્રીટલાઈટ, પાણી પુરવઠા(ઈલે./મીકે), સુવેઝ ડી.વર્કસ(ઈલે./મીકે) ખાતામાં ફરજો બજાવી રહ્યા છે. અમારી આ જગ્યા માટેની સક્ષમતાને ધ્યાનમાં રાખીને જ કોપીરેશન દ્વારા આટલા લાંબા સમયથી ચાર્જ આપવામાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારના વધારાનું ચાર્જ એલાઉન્સ મળતું નથી. વડોદરા કોપીરેશનમાં એન્જીનીયરીંગ કક્ષાની તેમજ વહીવટી કક્ષાની જુદી-જુદી જગ્યાઓ ભરવા માટે છેલ્લા 15 વર્ષમાં કાર્યવાહી ક૨વામાં આવે છે પરંતુ ફક્ત ઈલેક્ટ્રીકલ સ્નાતક માટેની વર્ગ-1 કક્ષાની લાંબા સમયથી ખાલી જગ્યા ભરવામાં કે, નવીન જગ્યા ઉપસ્થિત કરવામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

કાર્યપાલક ઈજનેર (ઈલેક્ટ્રીકલ) ની જગ્યા માટે તા.5/10/2024 ના રોજ યોજાનાર કાર્યપાલક લેખિત પરીક્ષા રદ કરવા હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. કાર્યપાલક ઈજનેર (ઈલેક્ટ્રીકલ) ની વર્ષીથી ખાલી એક જગ્યા ભરવા અને 2015-16 માં સીધી ભરતીથી બહારથી ભરવા કાર્યવાહી કરી લેખિત પરીક્ષાનું આયોજન કર્યું હતું. તે પછી લેખિત પરીક્ષા રદ કરી સીધા ઇન્ટરવ્યૂ લીધા તેમ છતાં કોઈપણ કારણ વગર સમગ્ર નિમણૂકની પ્રક્રિયા રદ કરવામાં આવી હતી.

જયારે કાર્યપાલક ઈજનેર(ઈલેક્ટ્રીકલ)ની જગ્યા ભરવા માટે વડોદરા મહાનગરપાલિકાના મંજુર રીક્રુટમેન્ટ રૂલ્સ મુજબ 1:1 રેશીયોથી ભરતીનું ધોરણ જે (1) સીધી ભરતી (2)આંતરિક ભરતી આ જગ્યા અગાઉ સીધી ભરતીથી ભરવામાં આવેલ હતી, જેથી હવેઆ જગ્યા આંતરિક ભરતીથી ભરવાની થતી હોવા છતા વડોદરા મહાનગરપાલિકા દ્વારાજૂની પ્રથાને નિયમ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોર્પોરેશનમાં ભરતી અને બઢતીના નિયમોના ખોટા અર્થઘટન કરી ભરતી પ્રક્રિયાના અનેક કિસ્સા 

વડોદરા કોર્પોરેશનમાં ભરતી અને બઢતીના નિયમોના ખોટા અર્થઘટન કરી કર્મચારીઓ અને ઇજનેરોની ભરતીમાં બેવડી નીતિ અપનાવવામાં આવે છે તેના કેટલાક કિસ્સા ચર્ચામાં આવ્યા છે.

વડોદરા કોર્પોરેશનમાં સિટિ એન્જીનીયરની એક જગ્યા છે, જેનું ભરતીનું ધોરણ 1:1 રેશિયો હોવા છતા આંતરિક ભરતીથી પરિપત્ર કરવામાં કર્યો હતો. જયારે સને 2022 સુધી કાર્યપાલક ઈજનેર(ઈલેક્ટ્રીકલ)ની કોર્પોરેશનમાં એક જગ્યા મંજુર હતી. જેનું ભરતીનું ધોરણ પણ 1:1 રેશિયો  હોવા છતાં સીધી ભરતીથી બહારથી ભરવા જાહેરાત આપવામાં આવી હતી. જેના અનુસંધાને ચાર વર્ષ વીત્યા બાદ તા.5/10/2024 ના રોજ લેખિત પરીક્ષા આયોજીત કરી છે.

નાયબ કાર્યપાલક ઈજનેરની બઢતીથી કાર્યપાલક ઈજનેર હોવાનું ધોરણ કોર્પોરેશનમાં નથી. વર્ષ 2016 માં એસ.કે.નાયક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1992માં ડેપ્યુટી એન્જીનીયર(મીકે.) તરીકે જોડાયેલ હતા અને ત્યારબાદ કાર્યપાલક એન્જીનીયર તરીકે તેઓને બઢતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને કાર્યપાલક ઈજનેર (મીકેનીકલ) થી એડી.સીટી.એન્જીનીયરની જગ્યા માટે કોઈ પણ પ્રકારની ભરતીની કાર્યવાહી કર્યા વગર સીધી નામ જોગ દરખાસ્ત કરી મંજુરી મેળવી એડી.સિટિ એન્જીનીયર બનાવવામાં આવ્યા હતા. જયારે 27 વર્ષથી ના.કા.ઈ નો અનુભવ તેમજ 10 વર્ષ ઉપરાંતથી જુદા-જુદા ખાતાઓમાં કાર્યપાલક ઈજનેરનો ચાર્જ સંભાળી રહ્યા હોય તેવા ઇજનેરોને નામજોગ દરખાસ્ત કરી કાર્યપાલક ઈજને૨ની નિમણુંક આપવા કોઈ કાર્યવાહી કરી નથી.

આસી. મ્યુ. કમિશનરની વધારાની જગ્યા સભામાં મંજુર કરાવ્યા બાદ સરકારની મંજુરી નહી હોવા છતાં આ જગ્યાઓમાં નિમણુંક કરી હતી. તા.25-08-2022 થી કાર્યપાલક ઈજનેર(ઈલેક્ટ્રીકલ) ની વધારાની એક જગ્યા મંજુર થયેલ હોવા છતા એટલે કે કાર્યપાલક ઈજનેર(ઈલેક્ટ્રીકલ) ની કુલ બે જગ્યા હાલમાં બે વર્ષ ઉપરાંતથી મંજુર થઇ હોવા છતાં આ જગ્યા ભરવા કોઈ કાર્યવાહી કરી નથી.


Google NewsGoogle News