ઝઘડિયામાં નરાધમે વિકૃતિ અને ક્રૂરતાની તમામ હદ વટાવી ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ગુપ્ત ભાગમાં સળિયો પણ નાંખ્યો
નરાધમે એક મહિના પહેલા પણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું ઃ તપાસ માટે વિશેષ ટીમની રચના
ઝઘડિયા, ભરૃચ તા.૧૮ ભરૃચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાંં ૧૦ વર્ષની બાળકી ઉપર ક્રતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસે નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેઇન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે તેમ ભરૃચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૃ જવાની બીકે મા-બાપે કોઇ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર કૃત્ય કર્યું હતું.
પોલીસે પ્રથમ બાળકીને જલદી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક વિશેષ તપાસ ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરી છે. આરોપીને કડક માં કડક સજા થાય તે માટે જરૃરી તમામ સુવિધા પૂરી પાડી ચાર્જશીટ મૂકવામાં આવશ.