Get The App

જામનગરની સગીરાના પ્રેમ પ્રકરણમાં આવ્યો કરુણ અંજામ : પ્રેમીની પોકસો એક્ટ હેઠળ અટકાયત બાદ પ્રેમિકાએ ટ્રેન હેઠળ જંપલાવ્યું

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
જામનગરની સગીરાના પ્રેમ પ્રકરણમાં આવ્યો કરુણ અંજામ : પ્રેમીની પોકસો એક્ટ હેઠળ અટકાયત બાદ પ્રેમિકાએ ટ્રેન હેઠળ જંપલાવ્યું 1 - image


Jamnagar Suicide : જામનગરમાં એક સગીરાના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યા છે. પ્રેમિકા તેના પ્રેમી સાથે ભાગી છુટ્યા પછી પોલીસે પકડી પાડ્યા હતા, અને પ્રેમીને પોકસો એકટ હેઠળ અટકાયતમાં લઈ જેલમાં ધકેલી દીધો હતો, દરમિયાન પાછળથી સગીર પ્રેમિકાએ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે, અને પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. જે સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરાના પાટીયા પાસે રહેતા દેવશીભાઈ જેઠાભાઇ ચીરોડીયાની 17 વર્ષની પુત્રી કે જે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે, જેણે ગઈકાલે સાંઢીયા પૂલ નજીકની રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના એ.એસ.આઈ. તેમના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના પિતા દેવશીભાઈ ચીરોડિયાનું નિવેદન નોંધ્યું હતું, અને પુત્રીના પ્રેમ પ્રકરણના કારણે આ બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આજથી ત્રણ માસ પહેલાં ભોગ બનનાર સગીરા કે જે પોતાના પ્રેમી સાગર ચંદુભાઈ ગોહિલ સાથે ભાગી ગઈ હતી. દરમિયાન સગીરાના પિતા દ્વારા પોતાની પુત્રીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આથી સી.ટી..સી ડિવિઝન પોલીસે પોકસો એક્ટ સહિતની જુદી-જુદી કલમમાં હેઠળ ગુનો નોંધી સાગર ચંદુભાઈ ગોહિલને પકડી લીધો હતો, અને તેને જેલ હવાલે કર્યો હતો. જયારે સગીરા તેના માતા પિતાને ઘેર ગઈ હતી. દરમિયાન પોતાના પ્રેમ પ્રકરણ કરુણનો અંજામ લાવી દેવાના ભાગરૂપે તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું હતું જે મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.


Google NewsGoogle News