Get The App

75,000 આપી સગાઈ બાદ લગ્ન નક્કી કર્યા પરંતુ કન્યા પક્ષનું કોઈ આવ્યું જ નહીં !

Updated: May 31st, 2024


Google NewsGoogle News
75,000 આપી સગાઈ બાદ લગ્ન નક્કી કર્યા પરંતુ કન્યા પક્ષનું કોઈ આવ્યું જ નહીં ! 1 - image


વિસાવદરના યુવાન સાથે 95,000ની છેતરપિંડી સગાઈ બાદ વચેટીયાઓએ ફોન બંધ કરી દીધા : સરનામા પર તપાસ કરતા ત્યાં કોઈ ન મળતા આખરે કન્યા સહિત 5 સામે ફરિયાદ

જૂનાગઢ, : વિસાવદરમાં રહેતા એક યુવાનની 75,000 આપી સગાઈ કરી હતી. સાથે કપડા તથા દાગીના મળી 20,000થી વધુની અન્ય વસ્તુ આપી હતી. પરંતુ કન્યા તેમજ વચેટીયાઓએ સગાઈ બાદ ફોન બંધ કરી દીધા હતા અને જે દિવસે લગ્ન નક્કી કર્યા અંગે ત્યારે કોઈ આવ્યું જ ન હતું. આ શખ્સોએ આપેલા સરનામા પર તપાસ કરતા ત્યાં તે નામનું કોઈ હાજર મળ્યું ન હતું. આ અંગે કન્યા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ થતા વિસાવદર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદરના જીવાપરા વિસ્તારમાં જીણાભાઈ ગોવિંદભાઈ રીબડીયાએ તેના માસીયાઈ ભાઈ મહેશ કથીરીયાને ભત્રીજા કૌશલના લગ્ન માટે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેવાનું કહ્યું હતું. મહેશભાઈએ અલગ-અલગ છોકરીના ફોટા મોકલ્યા હતા. જેમાંથી નેત્રંગની શિતલ રામજીભાઈ વસાવા પસંદ આવતા મહેશભાઈએ કૌશલના લગ્ન માટે વાત કરી હતી. ગત તા. 9-12-2023 ના શિતલ વસાવા, પ્રવિણ ઉર્ફે સંજય પટેલ કૌશલને જોવા માટે આવ્યા હતા. ત્યારે કન્યા પક્ષના લોકોએ દોઢ લાખમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં 75,000 સગાઈ વખતે અને ૭પ હજાર લગ્ન બાદ આપવા વાત કરી હતી. તા.14-12-2023 ના ચણોદ ગામે આવેલા ત્રિકમજી મંદિરે શિતલ, તેના કાકા સહિતનાઓની હાજરીમાં સગાઈ થઈ હતી. ત્યારે પ્રવિણ ઉર્ફે આપ્યા હતા તેમજ કન્યાને 75,000 ના કપડા, 5.000ના દાગીના અને 8500 ની કિંમતન મોબાઈલ આપ્યો હતો. સગાઈ થયા બાદ ગોર મહારાજે તા. 18-1-2024 ના તે સ્થળે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નના પાંચેક દિવસ પહેલા જ કન્યા પક્ષના લોકોના ફોન બંધ થઈ ગયા હતા તેમ છતાં કૌશલ તથા તેના પરિવારજનો ચાણોદ ત્રિકમજી મંદિરે ગયા હતા પરંતુ ત્યાં કન્યા પક્ષના કોઈ લોકો આવ્યા ન હતા. તેઓએ આપેલા સરનામા પર તપાસ કરતા ત્યાં તે નામનું કોઈ મળ્યું ન હતું. જે સરનામા આપ્યા હતા તે ખોટા હોવાનું સામે આવ્યું હતું. કૌશલના કાકા મુકેશભાઈ રીબડીયા સહિતનાઓએ તપાસ કરતા આ શખ્સોએ લગ્નની લાલચ આપી પૈસા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મુકેશભાઈ રીબડીયાએ રાજપીપળા તાલુકાના જુના ઘાટા ગામના પ્રવિણ ઉર્ફે સંજય પટેલ, શિતલ પ્રવિણ ઉર્ફે સંજય પટેલ, નેત્રંગ તાલુકાના કાંતિપરાની શિતલ રામજી વસાવા અને નેત્રંગ તાલુકાના ઠેબાર ગામના રમેશ ઉર્ફે પરબત વસાવા સામે લગ્નના નામે 95,500 રૂપીયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News