પ્રસૂતાને પાંચ કલાકથી વહેતું લોહી બંધ કરી સિવિલમાં નવજીવન અપાયું

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
પ્રસૂતાને પાંચ કલાકથી વહેતું લોહી બંધ કરી સિવિલમાં નવજીવન અપાયું 1 - image


- પાંડેસરાની 20 વર્ષની પરિણીતાનું પહેલી પ્રસૂતિ હતી : ગાયનેક વિભાગમાં લોહીની કુલ 38 બોટલ ચઢાવાઇ

 સુરત,:

લિંબાયતની ગર્ભવતી પરિણીતાની ૧૩ દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન પ્રસુતિ બાદ પાંચ કલાક સુધી સતત વહી રહેલું લોહીને નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરે બે કલાકની સર્જરી કરીને બંધ કર્યું હતું. જેના લીધે જીવન મરણ વચ્ચે જોલા ખાતી પરીણીતાને ડોક્ટરની ટીમે મોતના મુખમાંથી બચાવી લીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના નીલગીરી સર્કલ પાસે રતન ચોક નજીક વિનોબા નગરમાં રહેતી ૨૦ વર્ષીય ગર્ભવતી પ્રિયા સાગર દેવરેને ગત તા.૧લીએ સવારે ઘરમાં પ્રસુતિની પીડા ઉપડતા ડિંડોલીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, પ્રસૂતિ બાદ મહિલાને સતત વહેતુ લોહી બંધ ન થતા નવી સિવિલના ગાયનેક વિભાગના દાખલ કરાઇ હતી. અહી ડો.અંજલી શ્રીવાસ્તવ અને ડો.વૃંદા ગાંધીએ બે કલાકની સર્જરી કરીને પાંચ કલાકથી વહેતું લોહી બંધ કર્યું હતું. મહિલાને આઇસીયુમાં ત્રણ દિવસ વેન્ટિલેટર પર રખાઇ હતી. તેની તબિયતમાં સુધારો થયો છે આગામી દિવસોમાં ડિસ્ચાર્જ અપાશે. તેની આ પ્રથમ પ્રસૂતિ છે. પતિ લેસપટ્ટીનું કામ કરે છે.

ગાયનેક વિભાગના ડોકટરે કહ્યું કે, મહિલાની હાલત નાજુક હતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હતી. થોડું મોડું થયું હોત તો તેને બચાવી શકાય તેમ નહોતું. વિભાગના ડોકટરોની ટીમના પ્રયાસથી તેની તબિયત સુધારા પર છે. મહિલાને સિવિલમાં લવાઇ ત્યારે તેનું હિમોગ્લોબીન ૦.૮ ટકા હતું જે ૧૦થી ૧૨  હોવું જોઇએ. ૧૧ દિવસમાં ૩૮ જેટલી લોહીની બોટલ ચઢાવાય છે. જેમા ંલાલ લોહીને ૧૦, સફેદ લોહીની ૨૬ અને પ્રોટીનની બે બોટલનો સમાવેશ થાય છે.

મહિલાની માતા લલીતાબેને કહ્યું હતું કે, અમે આશા છોડી દીધી હતી. પણ ડોકટરોએ તેનો જીવ બચાવતા પરિવારમાં ખુશી છવાઇ છે.

Limbayat

Google NewsGoogle News