પાંચ દિવસના વિરામ બાદ જામનગરના કાલાવડ અને જામજોધપુર પંથકમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
પાંચ દિવસના વિરામ બાદ જામનગરના કાલાવડ અને જામજોધપુર પંથકમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી 1 - image


Jamnagar Rain Update : જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે અને જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર 52 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના કારણે ફરીથી ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં પણ 10 મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે કાલાવડ પંથકમાં પણ ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સવારે 6.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 36 મી.મી. વરસાદ નોંધાયો હતો. તેમજ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે નીકાવા ગામમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : નડિયાદમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં પણ 15 મી.મી. પાણી પડ્યું હતું. જ્યારે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં 16 મી.મી. અને હરીપર ગામમાં 8 મી..મી. વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા આકરા તાપ પછી આજે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ બનેલું છે. અને વરસાદ પડે તેવી શક્યતાઓ છે.


Google NewsGoogle News