વડોદરા: એક વર્ષથી રજૂઆત બાદ તંત્રની આંખ નહી ઉઘડતા યુવક વોર્ડ ઓફિસે ઉપવાસ પર ઉતર્યો
રોડ રસ્તા અને પાણી તથા સફાઈ અને સીસીટીવી અંગે યોગ્ય કાર્યવાહી અંગે વારંવાર લેખિત- મૌખિક સતત છ મહિના સુધીની રજૂઆત છતાં નહીં થતાં તંત્રની આંખ ખોલવા પાલિકા વોર્ડ નં. ૧૩ની ઓફિસ સામે, તાંબેકર વાડા ખાતે એક યુવકે ભૂખ હડતાલથી આંદોલન શરૂ કર્યું છે.
રાજમહેલ રોડની જી બી ઓફીસની બાજુમાં રહેતા રાજેશ ભીખાભાઈ માળીએ સ્થાનિક કક્ષાએ વો નં. ૧૩માં વારંવાર રજૂ કરી હતી કે, નવાપુરા વિસ્તારના માળી મહોલ્લો સહિત મહેબુબપુરા વિસ્તારના રોડ રસ્તા પર ઠેર ઠેર ખાડા ભરાઈ ગયા છે જેમાં ગંદુ પાણી ભરાતા રોગચાળો ફેલાવવાની ભીતિ છે અને પીવાનું પાણી યોગ્ય પ્રેસરથી પૂરતા સમય માટે મળતું નથી. આવી જ રીતે આ વિસ્તારમાં યોગ્ય જગ્યાએ કચરાપેટી મૂકવામાં આવી નથી જેથી બહારના લોકો આવીને જ્યાં ત્યાં કચરો નાખીને ગંદકી કરી જાય છે આ અંગે કચરાપેટી સહિત યોગ્ય જગ્યાએ સીસીટીવી લગાવવા તથા અન્ય પ્રાથમિક જરૂરિયાત બાબતે છેલ્લા એક વર્ષથી રાજેશ માળી ઠેક ઠેકાણે રજૂઆતો પણ કરી છે. છતાં તંત્રની આંખ નહીં ખુલવાથી ત્રાસી ગયેલા યુવકે જેથી રાવપુરા- વોર્ડ ૧૩ની કચેરી સામે, તાંબેકર વાડા ખાતે ભૂખ હડતાલ-ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.