ડીઆરબી કૉલેજના 106 વિદ્યાર્થીઓના પ્રવેશ જીકેસ પોર્ટલ પરથી રદ કરાયા
નર્મદ યુનિવર્સિટી અને કૉલેજમાં બે દિવસ ધમાચકડી બાદ
- હવે વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડમાં જઇ શકશેઃ જે વિદ્યાર્થીઓ ડીઆરબી કોલેજના મેરિટ લિસ્ટમાં આવશે તેમને પ્રવેશ મળશે
- વિદ્યાર્થીઓએ હવે નવુ ફોર્મ ભરવાનું નથી પરંતુ એક જ કોલેજ સિેલેકટ કરી હોય તો બીજી કોલેજ સિલેકટ કરવાની રહેશે
સુરત
વેસુ-
ભરથાણાની ડીઆરબી કોલેજના મેરિટ જમ્પ કરીને જે ૧૦૬ પ્રવેશો રદ કરાયા હતા તે
પ્રવેશને લઇને છેલ્લા બે દિવસથી જે કશ્મકશ ચાલી રહી છે. તે કશ્મકશના અંતે આજે તમામ
વિદ્યાર્થીઓના જીકેસ પોર્ટલ પર પ્રવેશ રદ કરી દેવાયા હતા. અને હવે આ વિદ્યાર્થીઓ
માટે ડીઆરબી કોલેજ તેમજ અન્ય કોલેજમાં
પ્રવેશ માટે દ્વાર ખુલ્લા રહેશે.
વેસુ-ભરથાણાની ડીઆરબી કોલેજમાં ૧૦૬ વિદ્યાર્થીઓના યુનિવર્સિટીએ પ્રવેશ રદ કર્યા બાદ બુધવારે આ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. અને તમામ વિદ્યાર્થીઓને ડીઆરબી કોલેજમાં જ પ્રવેશ મળે તે માટે માંગ કરી હતી. આ માંગણી વચ્ચે આજે સવારે વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર ગુજરાત કોમન પોર્ટલ સર્વિસ દ્વારા પ્રવેશ રદ કર્યાના મેેસેજ મોકલતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકવાર ફરી નર્મદ યુનિવર્સિટી ખાતે મોરચો લઇ ગયા હતા. યુનિવર્સિટી દ્વારા ડીઆરબી કોલેજ જવાનુ કહેતા વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા. આમ નર્મદ યુનિવર્સિટી અને ડીઆરબી કોલેજ વચ્ચે વિદ્યાર્થીઓ દોડતા રહ્યા હતા. નર્મદ યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ આ ૧૦૬ વિદ્યાર્થીઓના યુનિવર્સિટીઓ દ્વારા પ્રવેશ રદ કરાયા હતા. પરંતુ જીકેસ પોર્ટલ પર પ્રવેશ રદ થયા ના હોવાથી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વારા જ બંધ થઇ ગયા હતા. પરંતુ આજે જીકેસ પોર્ટલ પર તમામના પ્રવેશો રદ કરાતા આ તમામ વિદ્યાર્થીઓ એકવાર ફરી પ્રવેશ માટે પોર્ટલ પર આવ્યા હતા. આ વચ્ચે વિદ્યાર્થીઓની સતત માંગણીને લઇને યુનિવર્સિટીના સતાધીશોએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે આજે જીકેસ પોર્ટલ પરથી તમામના પ્રવેશ રદ થયા હોવાથી ફરીથી તમારે નવુ ફોર્મ ભરવાનું નથી. પરંતુ પ્રવેશ માટે લાયક થતા હવે પછી જે ત્રીજો રાઉન્ડ જાહેર થશે. તે રાઉન્ડમાં જે જે વિદ્યાર્થીઓને ડીઆરબી કોલેજમાં પ્રવેશ મેળવવો છે. તે વિદ્યાર્થીઓ જો મેરિટમાં આવતા હશે તો પ્રવેશ મળી જશે. ડીઆરબી કોલેજ દ્વારા જે વિદ્યાર્થીઓનું મેરિટ હશેે તે વિદ્યાર્થીઓને સામેથી કોલ કરીને બોલાવશે. વધુ માં જે વિદ્યાર્થીઓએ એક જ ધારો કે ડીઆરબી કોલેજ જ સિલેકટ કરી હોય તો તે વિદ્યાર્થીઓએ હવે એડિટ ઓપ્શન પર જઇને એકવાર એકથી વધુ કોલેજ પોતાની સેફટી માટે સિલેકટ કરવાની રહેશે.