Get The App

સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી 1 - image


Fake Marksheet Admission Scam In Surat: રાજ્યમાં હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન મેળવી યુનિવર્સિટીની ડિગ્રી પણ મેળવી લીધીા હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા 62 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો છે. આ 62 માંથી એક બોગસ વિદ્યાર્થીએ તો બે વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, તો બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો છે. તો અન્ય એક વિદ્યાર્થીએ બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવી B.Com.નો અભ્યાસ શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટનું ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ સમગ્ર રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ બોગસ માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી.

આ પણ વાંચો: ભરૂચમાંથી ઝડપાયો નકલી કિન્નર, અસલી કિન્નર અને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં દર વર્ષે 70 હજાર વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. જેમાંથી લગભગ 6થી 7 હજાર વિદ્યાર્થીઓ અન્ય બોર્ડ કે યુનિવર્સિટીના હોય છે. ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા તેમના વિદ્યાર્થીઓની માહિતી પહેલાથી જ યુનિવર્સિટીને અપાતી હોય છે તેથી એડમિશન વખતે જ તેઓનું વેરિફેકેશન થઇ જતું હોય છે. પરંતુ અન્ય રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ તેઓની પહેલાના બોર્ડ કે યુનિવર્સિટી સાથે માર્કશિટનું વેરિફેકશન કરવામાં આવતું હોય છે.

સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી 2 - image


Google NewsGoogle News