Get The App

વડોદરા જિલ્લાની 248 ગ્રામ પંચાયતોમાં બે વર્ષથી વહીવટદાર,વિકાસ રૂંધાયો..ચૂંટણી ક્યારે થશે

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લાની 248 ગ્રામ  પંચાયતોમાં બે વર્ષથી વહીવટદાર,વિકાસ રૂંધાયો..ચૂંટણી ક્યારે થશે 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાની અનેક ગ્રામ પંચાયતો છેલ્લા બે વર્ષથી વહીવટદારો મારફતે ચાલી રહી હોવાથી ગામના વિકાસ તેમજ પ્રાથમિક સમસ્યાઓ પર તેની સીધી અસર વર્તાઇ રહી છે.

વડોદરા જિલ્લાના આઠ તાલુકાની ૨૪૮ ગ્રામ પંચાયતો એવી છે કે જેની બે વર્ષ પહેલાં મુદત પુરી થઇ ગઇ છે અને તેનો વહીવટ સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે.

પરિણામે આવી ગ્રામ પંચાયતોમાં લાઇટ, પાણી,રસ્તા અને આરોગ્ય જેવી  પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વહીવટદારો દ્વારા સત્વરે નિર્ણયો લેવામાં આવતા નથી અને તેને કારણે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રૃંધાઇ રહ્યો છે.

વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે સરકારનું ધ્યાન દોરવા માટે અપીલ કરી છે.

ક્યા તાલુકામાં કેટલી પંચાયતોમાં વહીવટદાર

તાલુકાનું નામ પંચાયતોની સંખ્યા

કરજણ ૫૮

પાદરા ૪૯

વડોદરા ૩૬

સાવલી ૨૯

ડભોઇ ૨૮

વાઘોડિયા ૨૨

ડેસર ૧૫

શિનોર ૧૧


Google NewsGoogle News