Get The App

વ્યસનમુક્તિ કેન્દ્રમાં યુવાનને દંડા વડે માર મારવાની ઘટનામાં થયો ખુલાસો, વાયરલ થયેલો વીડિયો દોઢ વર્ષ જૂનો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News

Bardoli Addiction Center Video Viral : સુરત જિલ્લાના બારડોલીના નાંદીડા વિસ્તારમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલા યુવાનને સંચાલકની ઓફિસમાં લાકડાના સપાટા મારતો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસે તપાસ કરતા વીડિયો દોઢ વર્ષ અગાઉનો હોવાનું બહાર આવ્યું છે. વળી યુવાન હાલ મેનેજર તરીકે નોકરી કરતો હોય ફરિયાદ આપવાની ના પાડી હતી.

બારડોલી વિસ્તારમાં અનેક વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલી રહ્યા છે. જેમાં નશાના રવાડે ચડેલા લોકોને વ્યસન મુક્ત કરવાની આશાએ પરિવાર રૂપિયા ખર્ચીને મોકલે છે. હાલમાં એક વ્યસન મુક્તિ કેન્દ્રનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં આ વાયરલ થયો છે. જેમાં વ્યસન મુક્તિ માટે આવેલા યુવાનને સંચલકની ઓફિસમાં લાકડના સપાટા મારતા હોવાનું નજરે પડે છે.

હાલ વાયરલ થયેલો વીડિયો દોઢ વર્ષ જૂનો હોવાનું આવ્યું સામે

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બારડોલી ટાઉન પોલીસે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેમાં સંચાલકો તેમજ વીડિયોમાં નજરે પડતા યુવાન અને તેની પત્ની પણ પોલીસ મથકે આવતાં પોલીસે પૂછપરછ કરી હતી.  જેમાં પ્રાથમિક તબક્કે વીડિયો દોઢ વર્ષ જૂનો છે અને જે યુવાન વીડિયોમાં નજરે પડે છે તે હાલ મેનેજર તરીકે નોકરી કરે છે. યુવાન તથા તેની પત્નીએ પોલીસને કોઈ પણ ફરિયાદ કરવાની ના કહી હતી. પોલીસ પૂછપરછમાં સંચાલકોમાં આંતરિક ખટરાગમાં વીડિયો વાયરલ થયો હોવાનું જાણવા મળે છે.


તેના પરિવારે કહેલું કે જે સજા કરવી હોય તે કરો પણ વ્યસન છોડાવો : સંચાલક

વીડિયો વાયરલ થવા અંગે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકે જણાવ્યું હતું કે, આ વીડિયો દોઢ વર્ષ જૂનો છે અને અમારા કાઉન્સિલરોને યુવકનાં પરિવારજનો દ્વારા જે સજા કરવી હોય તે કરો પણ વ્યસન છોડાવવા કહ્યું હતું. ત્યારે અમારા સીસીટીવી ફૂટેજ ચોરાઈ જતા તેને વાયરલ કરી સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે. તેમજ ભોગ બનનાર કર્મચારી હાલ સંસ્થામાં જ નોકરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News