Get The App

સુરતમાં ફોન પર થાઈ ગર્લ પહોંચાડતો દલાલ ઝડપાયો, છટકું ગોઠવીને પોલીસે પકડ્યા

અલથાણ પોલીસે છટકું ગોઠવી એટલાન્ટા બિઝનેસ હબ પાસે બોલાવી ઝડપ્યો

અડાજણ રહેતો અમરેલીનો મીત હરીયાણી ચોકલેટનો વેપારી

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
સુરતમાં ફોન પર થાઈ ગર્લ પહોંચાડતો દલાલ ઝડપાયો, છટકું ગોઠવીને પોલીસે પકડ્યા 1 - image


- અલથાણ પોલીસે છટકું ગોઠવી એટલાન્ટા બિઝનેસ હબ પાસે બોલાવી ઝડપ્યો

- અડાજણ રહેતો અમરેલીનો મીત હરીયાણી ચોકલેટનો વેપારી

સુરત, : સુરતમાં ફોન કરે ત્યાં થાઈ યુવતીને શરીર સુખ માટે પહોંચાડતા અડાજણના યુવાન અને તેની થાઈ પાર્ટનર યુવતીને એલસીબી ઝોન 4 અને અલથાણ પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવી એટલાન્ટા બિઝનેસ હબ પાસે બોલાવી ઝડપી રૂ.1 લાખની મત્તાના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબી ઝોન 4 નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ ભુથાભાઈ અને કોન્સ્ટેબલ પ્રવીણભાઈ શામજીભાઈને બાતમી મળી હતી કે એક યુવાન મીત હરીયાણી થાઈ મહિલાને પાર્ટનર તરીકે રાખી સુરતમાં ફોન કરે ત્યાં થાઈ યુવતીને શરીર સુખ માટે પહોંચાડે છે.આ હકીકત અંગે અલથાણ પીઆઈને પણ જાણ કરી એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બાતમીદારના મોબાઈલ નંબરથી મીત હરીયાણીને વ્હોટ્સએપ કરી થાઈ યુવતીઓના ફોટા મંગાવી બાદમાં તેમાંથી એક યુવતીને અલથાણ એટલાન્ટા બિઝનેસ હબ પાસે મોકલવા કહ્યું હતું.

થોડીવાર બાદ એક રીક્ષામાં બે થાઈ યુવતી અને એક યુવાન આવતા અને બાતમીદારનો સંપર્ક કરતા ત્યાં વોચમાં રહેલી એલસીબી ઝોન 4 અને અલથાણ પોલીસે ચોકલેટનો વેપાર કરતા મીત કિશોરભાઈ હરીયાણી ( પટેલ ) ( ઉ.વ.27, રહે.એ/02, 501, શ્રુતિ રેસિડન્સી, અડાજણ, સુરત. મૂળ રહે.84/એ, શેરી નં.1, ગુરુકૃપા નગર, ચિતલ રોડ, અમરેલી ) અને સુજીત્રા ઉર્ફે ટીના કેઈવબુટડી ( ઉ.વ.33, હાલ રહે.પ્લોટ નં.71, પહેલો માળ, સારસ્વત નગર, પીપલોદ, સુરત. મૂળ રહે.થાઈલેન્ડ ) ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રૂ.1 લાખની મત્તાના ત્રણ મોબાઈલ ફોન કબજે કરી આ અંગે અલથાણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News