બિનખેતીને બદલે ખેતીનો દસ્તાવેજ કરાવનારા સામે કાર્યવાહી થશે
જિલ્લા કલેકટરમાંથી કલમ-63 ની મંજુરી લઇ
- ગોપીન ઇન્ફ્રાએ રૃા.3.68 કરોડ જમા કરાવ્યા : અન્ય પક્ષકારોના રૃા.8 કરોડથી વધુ ભરપાઇ કરવાના બાકી
સુરત
સુરતમાં
સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કરવા નોટિસ-ચલણ ઇસ્યુ કરાયા છે તે પક્ષકારો ૯૦ દિવસમાં રકમ જમા
નહી કરાવે તો કાયદેસરની કાર્યવાહી થશે. કલમ-૬૩ અને બિનખેતીના ૧૮૦ દસ્તાવેજોમાં ૧૨ કરોડથી
વધુની સ્ટેમ્પ ડયૂટીની રકમ ભરવા નોટિસફટકારાઇ છે.દરમિયાન ગોપીન ઇન્ફ્રા દ્વારા રૃા.૩.૬૮
કરોડની સ્ટેમ્પ ડયૂટી જમા કરાવી દેવાઇ છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કનસાડ ગામમાં આવેલ અલગ અલગ ૭૫ જેટલા બ્લોકની ૩.૯૯ લાખ ચો.મી જમીન (અંદાજે ૧૬૮ વીંઘા) ગોપીન ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા ખરીદાઇ હતી. જેમાં કલેકટર કચેરીમાંથી કલમ-૬૩ હેઠળ મંજુરી લેવાઇ પણ બિનખેતીને બદલે ખેતીનો દસ્તાવેજ કરાવાયો હતો. જેથી ગોપીન ઇન્ફ્રાના સંચાલકોને રૃા.૩.૬૮ કરોડની સ્ટેમ્પ ડયૂટી જમા કરાવવા નોટિસ બાદ ચલણ ઇસ્યુ કરી ૯૦ દિવસનું અલ્ટીમેટમ અપાયું હતું. દરમિયાન ગોપીન ઇન્ફ્રા દ્વારા આ રકમ ભરપાઇ કરી દેવામાં આવી છે.
સ્ટેમ્પ ડયુટી અધિકારી આર.સી.પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં સ્ટેમ્પ ડયુટી અધિકારી દ્વારા કલમ-૬૩ અને દસ્તાવેજોમાં જેમણે સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવાની નોટીસ-ચલણ ઇસ્યુ કર્યા છે. અને હજુ સુધી રકમ જમા કરાવી નથી. તેવા પક્ષકારોને ૯૦ દિવસના અલ્ટીમેટમ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કલમ-૬૩ અને બિનખેતીના ૧૮૦ દસ્તાવેજોમાં ૧૨ કરોડથી વધુની સ્ટેમ્પ ડયુટીની રકમ માટે નોટીસ ફટકારાઇ હતી.