વડોદરા જિ. પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોના એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર 9 શિક્ષકો પર તવાઇ
symbolic |
Vadodara News : વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં ૯ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાથી અને રાજીનામા મંજૂર નહિ થયા હોવાથી તેમની જગ્યા પણ પુરાતી નહી હોવાને કારણે બાળકોને અન્યાય થઇ રહ્યો છે.
વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં પાદરા તાલુકાના ચાર,કરજણ તાલુકાના ચાર અને વડોદરા તાલુકાના એક શિક્ષક એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે.આ પૈકી મોટા ભાગના શિક્ષકો વિદેશ ગયા છે.જ્યારે એક શિક્ષક લાંબા સમયથી બીમાર છે.વળી ટેકનિકલ કારણોસર તેમના રાજીનામા મંજૂર થઇ શકયા નથી.જેને કારણે શિક્ષક તરીકે તેઓ રેકોર્ડ પર ચાલુ છે.પરંતુ તેમની જગ્યા ભરી શકાતી નથી.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ત્રણેય તાલુકાના ટીપીઓ પાસે શિક્ષકોની વિગતો મંગાવી હતી. ઉપરોક્ત શિક્ષકોને નોટિસો પણ મોકલવામાં આવી છે.પરંતુ તેની પણ કોઇ અસર નથી.જેને કારણે તેમની ખાલી જગ્યા પર કોઇ બીજા શિક્ષકને મૂકી શકાતા નથી.ઉપરોક્ત શિક્ષકો સામે શિસ્તભંગના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
કઇ સ્કૂલના કયા શિક્ષક ગેરહાજર
શિક્ષકનું નામ સ્કૂલનું નામ
જાગૃતિબેન મેવાડા ટીંબીપુરા,પાદરા તાલુકો
કોમલબેન બારોટ સોખડારાઘુ,પાદરા
ઇન્દ્રજિત સિસોદીયા ધોરીવગા, પાદરા
પટેલ વૈશાલીબેન લકડીકૂઇ, પાદરા
સોનિકાબેન કરણ ગણપતપુરા, પાદરા
કોમલબેન ત્રિવેદી મીયાગામ, કરજણ
પ્રવિણભાઇ સોલંકી બોડકા, કરજણ
પ્રકાશભાઇ વાળંદ ચોરંદા, કરજણ
ભાવિકાબેન પટેલ બીલ ગામ, વડોદરા તાલુકો