Get The App

રાજકોટ દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકાની કાર્યવાહી, ફાયર સેફ્ટી વિના ધમધમતી મિલકત કરી સીલ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
રાજકોટ દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકાની કાર્યવાહી, ફાયર સેફ્ટી વિના ધમધમતી મિલકત કરી સીલ 1 - image


Surat Corporation: રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડ બાદ ફરી એક વાર  સુરત મહાનગર પાલિકા સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ ગેમ ઝોન સામે કાર્યવાહી કર્યા બાદ ગઈકાલે (27મી મે) મોડી રાત્રીથી આજે (28મી મે) સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ફાયર સેફ્ટી અને અન્ય નિયમોનો ભંગ કરીને ચાલતી સંસ્થા સામે કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ, હોટલ અને હોસ્પિટલ સહિતની અનેક સંસ્થાઓમાં સીલીંગની કામગીરી હાથ ધરી છે.

એક જ દિવસમાં દસ મોટા ગેમ ઝોન સીલ 

રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટના બાદ સુરત સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાને કોર્ટે કરેલી તાકીદ બાદ મહાનગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ કોર્ટના આદેશ બાદ એક જ દિવસમાં દસ મોટા ગેમ ઝોન અને સાત ચિલ્ડ્રન પ્લે ઝોન સીલ કર્યા છે. આ ઉપરાંત પાંચ ગેમ ઝોન તો એવા છે જે પાલિકાની બી.યુ પરમિશન વિના લાંબા સમયથી ધમધમતા હતા.પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ તેની સામે સીલીંગની કામગીરી હાથ ધરી છે. 

ફાયર સેફ્ટી વિના ધમધમતી સંસ્થાઓ સામે કાર્યવાહી

કોર્ટમાં ત્રીજી જુન સુધીમાં રિપોર્ટ જમા કરાવવા માટે મહાનગર પાલિકાએ ફાયર સેફ્ટી અને વિવિધ ખામીઓ સાથે ચાલતી સંસ્થાઓ સામે કામગીરી હાથ ધરી છે. જેના ભાગરુપે સોમવારે મોડી રાત્રીથી મંગળવારે સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારના દિલ્હી ગેટ તથા આસપાસના વિસ્તારમાં ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી હતી. મહાનગર પાલિકાએ ગેમ ઝોન સિવાયની મિલકતની તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે દિલ્હી ગેટ નજીક આવેલા હોટલ ડાયમંડ પ્લાઝા, સલાબતપુરા વિસ્તારમાં એશિયન ટેક્સટાઈલ માર્કેટ, ઋતુરાજ માર્કેટ, સરદાર માર્કેટ, ટેસ્ટ ઓફ ભગવતી સહિતની સંસ્થાઓ સાથે સાથે કેટલીક હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. આ તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની અનેક ખામીઓ જણાઈ આવી હોવાનું કહેવાય છે.

ટેક્સટાઇલ માર્કેટ, હોટલ અને હોસ્પીટલ સીલ 

સુરત ફાયર અને ઈમરજન્સી સર્વીસ દ્વારા સુરત મહાનગર પાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલી માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ ઈમારત વિગેરેમાં ફાયર સેફ્ટીની અનેક ખામીઓના કારણે સીલ કરવામાં આવી છે. લિંબાયત ઝોનમાં ઋતુરાજ માર્કેટ, મિલેનિયમ માર્કેટની સામે કુલ 20 દુકાન, સાકાર માર્કેટ, જે.જે માર્કેટની બાજુમાં કુલ 8 સાડીના ગોડાઉન તથા ટેસ્ટ ઓફ ભગવતી હોટલને સીલ કરવામાં આવી છે. 

સેન્ટ્રલ ઝોનમાં એશિયન ટેક્સટાઇલ માર્કેટ B+G+4 ફ્લોર, સલાબતપુરા, દાંડિયાવાડ અને દિલ્લી ગેટ પાસે આવેલી હોટલ ડાયમંડ પ્લાઝાને સીલ કરવામાં આવી છે.  ઉધના ઝોનમાં આવેલી અનુપમ એમીનીટી સેન્ટર જે ઉધના બસ ડેપો, ઉધના નવસારી મેઈન રોડ ખાતે આવેલ જેમાં આસોપાલવ હોસ્પિટલ, આસ્થા ડેન્ટલ ક્લિનિક, 3 ટ્યુશન ક્લાસ લોજિક ક્લાસ, વિશાલ કમ્પ્યુટર એજ્યુકેશન, તથા સિંગીગ એન્ડ આર્ટીગ ક્લાસ, સ્વીટ ક્લાસ અને 2 જીમ, તુલસી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે, જ્યારે રાંદેર ઝોનમાં જકાત નાકા પાસે આવેલા રાજ કોરિન કોમર્શિયલ કોમ્પલેક્ષની 13 દુકાન સીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમ ઝોન આગમાં ફસાયેલાને બચાવવા જતા જીમટ્રેનરે જીવ ગુમાવ્યો


Google NewsGoogle News