Get The App

વડોદરા કોર્પોરેશનની વિવાદિત જમીન ખરીદનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થશે : મ્યુની. કમિશનર

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની વિવાદિત જમીન ખરીદનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થશે : મ્યુની. કમિશનર 1 - image


Vadodara : વડોદરા જિલ્લા-તાલુકા તથા શહેરના ગોરવા, સમા અને દેણા વિસ્તારની ચોક્કસ સર્વે નંબરવાળી જમીન અને ટીપી-ફાઇનલ પ્લોટ વાળી જમીનો મૂળ જમીન માલિકો પાસેથી કરાર કબજા પાવતી વેચાણ દસ્તાવેજથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરવામાં આવી છે.

આ તમામ જમીનોમાં વડોદરા મહાનગર પાલિકાનો લાગ-ભાગ હક્ક, હિત-સંબંધ સમાવિષ્ટ કોઈપણ વ્યક્તિએ, સંસ્થા કે અન્ય કોઈએ આ જમીનો ખરીદ કે વેચાણ કરવી નહીં આ જમીનોમાં કોઈએ પણ કોઈ પણ જાતના દબાણ કમ્પાઉન્ડ કે પછી ફેન્સીંગ કે અન્ય કોઈ દબાણ કરેલ હોય તો તે સ્વેચ્છાએ દૂર કરી દેવું અન્યથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેન્ડ ગેબીંગ એક્ટર હેઠળના કાયદા મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જાહેર સૂચનાથી વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News