SMCની આબરુ જમીન પર : સ્મીમેરમાં દિવ્યાંગ દર્દીએ ઘસડાઇને ભટકવું પડયું
- સેવાભાવીની નજર પડતા વ્હીલચેર મંગાવી પણ કર્મચારી દર્દીને એક્સ-રે વિભાગ પાસે ઉતારી વ્હીલચેર લઇને જતો રહ્યો !
સુરત, :
સરકાર દિવ્યાંગ વ્યક્તિઓ તકલીફ ન પડે તે માટે
વધુ સારી સુવિધાઓ અને વ્યવસ્થા કરે છે. તેવા સમયે પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર
હોસ્પિટલ તંત્રની માનવતા મરી પરવારી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્મીમેર
હોસ્પિટલમાં આજે સવારે સારવાર માટે આવેલા દિવ્યાંગ દર્દીને વ્હિલચેરના બદલે જાતે
ઘસડાઈને એમ તેમ જવાનો વારો આવતા હાલત કફોડી થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ સુરત રેલ્વે સ્ટેશન પાસે રહેતો ૪૨ વર્ષીય રામપાલ રામ દિવ્યાંગ હોવાથી ચાલી શકતો નથી. તેને એક પગમાં સળિયા નાખેલા હોવાથી અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો. જેથી આજે મંગળવારે સવારે તે એકલો સારવાર માટે જેમતેમ સ્મીમેર હોસ્પિટમાં પહોંચ્યો હતો. ત્યારે ધીરે ધીરે ધસડતા ધસડાતા સ્મીમેરની કેસ પેપર બારી તરીફ જઇ રહ્યો હતો, બાદ તે તેના પગમાં દુઃખાવાથી કણસરતી હાલતમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં ગયો હતો.
તે દરમિયાન સ્મીમેરના કોઇ કર્મચારીને માનવતાના ધોરણે મદદ કરી નહી. એટલુ નહી તેમની પાસે વ્હિલચેર લઇને પણ કોઇ આવ્યું નહોતું. બાદમાં ઓર્થો.માંથી તેને એક્સ-રે પડાવવા માટે મોકલાતા ઘસડાતા ઘસડાતા જતો હતો ત્યારે સેવાભાવી નજર પડતા તરત વ્હિલચેર મંગાવી હતી. જેથી સ્મીમેરનો કર્મચારીને તેને વ્હિલચેર બેસાડીને એક્સ રે વિભાગમાં લઇ ગયો હતો. પણ ત્યાં તે કમર્ચારી તેને મુકીને વ્હિલચેર લઇને જતો રહ્યો હતો. દરમિયાન દિવ્યાંગ રામપાલએ એક્સ રે ફિલ્મ તેના શર્ટમાં ભરાવી અને એક હાથમાં કેસ પેપર લઇ ઘસડાતા ઘસડાતા ફર્યો હતો.
કર્મચારી કે સિક્યુરીટી ગાર્ડ માનવાતના ધોરણે પણ આગળ આવ્યા નહી ઃ અધિકારીનો સરકારી જવાબ, ઘટનાની તપાસ થશે
દિવ્યાંગ
દર્દીને જ વ્હીલચેર કે સ્ટ્રેચર મળતા નથી ત્યારે સામાન્ય દર્દીઓની હાલત કેવી થાય
તેની કલ્પના કરી શકાય છે. આજે સ્મીમેર હોસ્પિટલના કર્મચારી કે સિક્યુરીટી ગાર્ડે
માનવતાના ધોરણે પણ દિવ્યાંગ દર્દીની મદદ કરી નહોતી.
દરમિયાન સ્મીમેરના અધિકારીએ કહ્યું કે, ઘટના અંગે તપાસ કરાશે. સ્મીમેરના બંને ગેટ પર વ્હિલચેર અને સ્ટ્રેચર સાથે વોર્ડબોય મુકવામાં આવ્યો છે. જે દર્દીને સાથે કોઇ નહી હોય તે દર્દીને વ્હિલચેર કે સ્ટ્રેચરની જરૃર હોય તે દર્દીને વોર્ડ બોર્ય જે તે વિભાગમાં સારવાર માટે લઇ જાય છે. સાથે કોઇ દર્દી વ્હિલચેર અને સ્ટ્રેચરની જરૃર હોય તેવો દર્દી તકલીફમાં હોય, તે દર્દીને સિક્યુરીટી ગાર્ડને સાઇડમાં બેસાડીને જે તે કર્મચારી કે અધિકારીને જાણ કરવા અંગે સુચના આપી છે.