અટલાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીની કારે અકસ્માત કર્યો
મોડીરાતે માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે થયેલા અકસ્માતમાં કોઇ ગુનો દાખલ ના થયો
વડોદરા,અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બે દિવસ પૂર્વે રાતે કાર લઇને મિત્રો સાથે નીકળ્યા હતા. તે દરમિયાન માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે અકસ્માત થયો હતો.જોકે, આ અંગે કોઇ ગુનો દાખલ થયો નથી.
મળતી માહિતી મુજબ, અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ બે દિવસ પહેલા રાતે મિત્રની થાર કાર લઇને ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે એક ઇકો કાર સાથે અકસ્માત થતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જોકે, પોલીસ કોન્સ્ટેબલે પોતાની વગનો ઉપયોગ કરી મામલો રફેદફે કરી દીધો હતો. અકસ્માત અંગે વિસ્તારમાં એવી ચર્ચા થઇ રહી છે કે, આ કાર કાળા કલરના કાચવાળી હતી અને ઇકો કારના ચાલક પાસે પણ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોવાથી કોઇ ગુનો દાખલ થયો નહતો.