નવનીત શાહની હત્યામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપી આખરે પકડાયો
નવનીત પ્રકાશનના માલિકનું અપહરણ કરી ખંડણી મંગાઈ હતી
ઓળખ છુપાવી હોટલમાં ચાઈનીઝ હેલ્પર તરીકે રહેતા આરોપીને
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ પકડી લીધો
ગાંધીનગર : નવનીત પ્રકાશનના માલિકનું અપહરણ કરીને ખંડણી માગી આઠ વર્ષ અગાઉ હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં એક આરોપી છેલ્લા આઠ વર્ષથી ફરાર હતો ત્યારે અમદાવાદના જોધપુર ખાતે હોટલમાં ચાઈનીઝ હેલ્પર તરીકે કામ કરી ઓળખ છુપાવી રહેતો હોવાની બાતમીના પગલે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્પ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે.
અમદાવાદ ખાતે રહેતા નવનીત પ્રકાશનના માલિક એવા નવનીતભાઈ
શાહનું ગત ૨૫ જુલાઈ ૨૦૧૭ના રોજ વૈષ્ણવદેવી સર્કલ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું
અને ત્યારબાદ આરોપીઓ દ્વારા ખંડણી માગીને તેમની હત્યા કરવામાં આવી હતી અને
પુરાવાઓનો નાશ કરવા માટે આરોપીઓ દ્વારા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગાજણ
ગામની સીમમાં રોડ સાઈડમાં તેમના મૃતદેહ અને ફેંકી દેવામાં આવ્યો હતો અને દાગીના
સહિતની મત્તા લૂંટી લીધી હતી. જે ગુનામાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓને જન્મ
ટિપની સજાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ ગુનામાં છેલ્લા આઠ
વર્ષથી શંકર રાજેન્દ્ર ગોસ્વામી રહે મિયામી બ્લુસ કેફે મૂળ પિતમપુરા બિહાર ફરાર હતો.
જેના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા આ આરોપીને પકડવા
માટે સૂચના આપવામાં આવી હતી અને તેના અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આઈ
ભાટી અને ટીમ દ્વારા આ આરોપીને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી. દરમિયાનમાં
આ ટીમને બાતમી મળી હતી કે,
શંકર ગોસ્વામી હત્યાના ગુના બાદ અલગ અલગ રાજ્યમાં છુપાતો ફરતો હતો અને છેલ્લા
થોડા સમયથી અમદાવાદના જોધપુર ખાતે આવેલી એક હોટલમાં ઓળખ છુપાવીને ચાઈનીઝ હેલ્પર
તરીકે નોકરી કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી
લીધો હતો. હાલ તેની ધરપકડ કરીને અડાલજ પોલીસ માથકમાં સોંપવામાં આવ્યો છે.