નશાકારક સીરપનો જથ્થો સપ્લાય કરનાર મોહસીન વડોદરા એસઓજીના હાથે પકડાયો
Vadodara Crime : વડોદરાના યાકુતપુરા વિસ્તારના મકાનમાંથી પકડાયેલા સીરપના કેસના સપ્લાયરને પોલીસે ઝડપી પાડ્યો છે.
યાકુતપુરા વિસ્તારમાં પહેલવાનના ખાંચામાં એક મકાનમાં નશાકારક સીરપનું વેચાણ થતું હોવાની વિગતોને પગલે એસઓજીએ દરોડો પાડી મો.ફિરોજ શેખને ઝડપી પાડી કોડીન સીરપની 25 બોટલ કબજે કરી હતી.
આ જથ્થો હાથીખાના વિસ્તારમાં રહેતા મોહસીનખાન સિકંદર ખાન પઠાણ (અલકબીર એપાટૅમેન્ટ, પટેલ ફળિયા)એ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ઝડપી પાડી રિમાન્ડની કાયૅવાહી હાથ ધરી છે.