Get The App

મિત્રની ૮ વર્ષની પુત્રીને કિસ કરનાર આરોપીની ધરપકડ

૮ વર્ષની બાળકી સવારે સાત વાગ્યે ઘરેથી ચાલતી સ્કૂલે જતી હતી ત્યારે આરોપીના અડપલા

Updated: Dec 12th, 2024


Google News
Google News
મિત્રની ૮ વર્ષની પુત્રીને  કિસ કરનાર આરોપીની ધરપકડ 1 - image

 વડોદરા,મિત્રની ૮ વર્ષની પુત્રીના હોઠ પર કિસ કરી શરીર પર હાથ ફેરવી અડપલા કરતા આરોપીની સામે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અટાલદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ છેલ્લા બે વર્ષથી બીમાર હોઇ પથારીવશ છે. તેઓ ઘરે જ રહે છે. હું સવારે આઠ વાગ્યે કડિયા કામની મજૂરી માટે જઉં છું.મારે સંતાનમાં ચાર દીકરીઓ અને બે દીકરા છે. મારી સૌથી નાની ૮ વર્ષની દીકરી અટલાદરાની સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે રોજ ઘરેથી ચાલતી સ્કૂલે જાય છે. તેની સ્કૂલનો સમય સવારે ૭ વાગ્યાનો છે. ગઇકાલે મારી દીકરી સવારે ૭ વાગ્યે ઘરેથી દફતર લઇને સ્કૂલે જવા માટે નીકળી હતી અને હું કડિયા કામની મજૂરી માટે જવાની તૈયારી કરતી હતી.થોડા સમય પછી મારી દીકરી રડતી રડતી ઘરે પરત આવી હતી. મેં રડવાનું કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે, હું શાળાએ ચાલતી જતી હતી. તે સમયે ખિસકોલી સર્કલથી અટલાદરા બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તામાં  પાર્ટી પ્લોટની સામે આપણા ઘરે આવતા રવિ વાઘેલાએ પાછળથી આવીને મને પકડી લીધી હતી. તેઓએ મને હોઠ પર કિસ કરી હતી અને મને  પણ કિસ કરવા કહ્યું હતું. મેં ના પાડી હતી. તેમણે મારા શરીર પર હાથ  ફેરવ્યો હતો. ત્યારબાદ તેઓ બસ સ્ટેન્ડ તરફ જતા રહ્યા હતા. અટલાદરા પી.આઇ. એમ.કે. ગુર્જરે આરોપી રવિ ભાણજીભાઇ વાઘેલા (રહે. શિવાજીપુરા વુડાના મકાનમાં, અટલાદરા) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Accusedwho-kissedarrested

Google News
Google News