Get The App

સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા 1 - image


- વઢવાણના ગ્રામ્ય વિસ્તારની ઘટના

- આરોપી 2018 માં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો

સુરેન્દ્રનગર : વઢવાણના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી દુષ્કમ આચરનાર આરોપીને સ્પે.પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે. આરોપીએ વર્ષ ૨૦૧૮માં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.

વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અંદાજે ૧૬ વર્ષની સગીરાને ગત તા.૨૭ જુલાઈ ૨૦૧૮ના રોજ રાકેશ ઉર્ફે ભેલુડો કોડીયા લલચાવી ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. જે અંગે સગીરાના પરિવારજને જોરાવરનગર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કામગીરી હાથ ધરી સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી લીધો હતો. જે અંગેનો કેસ તાજેતરમાં સ્પેશિલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી દસ્તાવેજી પુરાવાઓના આધારે પોક્સો કોર્ટના જજએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રાકેશ ઉર્ફે ભેલુડો કોડીયાને ૧૦ વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.



Google NewsGoogle News