સરદાર એસ્ટેટ નજીક દારૂ ભરેલી કાર લઈને ઊભેલો આરોપી ઝડપાયો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
સરદાર એસ્ટેટ નજીક દારૂ ભરેલી કાર લઈને ઊભેલો આરોપી ઝડપાયો 1 - image


Image Source: Freepik

બાપોદ પોલીસની માહિતી મળી હતી કે આજવા રોડ માધવ નગરમાં રહેતો વિક્રમ રાજ સરદાર એસ્ટેટ રોડ સુપર બેકરી ત્રણ રસ્તા ની પાસે સિલ્વર કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઊભો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા વિક્રમ ઉર્ફે વિકો દોલતસિંહ રાજ રહેવાસી માધવ નગર મળી આવ્યો હતો. તેની કારમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બીયરની કુલ બોટલ 204 કિંમત રૂપિયા 48 હજારની મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી દારૂ, કાર તથા મોબાઈલ મળીને 1.20 લાખનો મુદ્દામાલ કરજે કર્યો છે દારૂનો જથ્થો મંગાવનાર આરોપીનો મોબાઈલ નંબર મળતા પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News