વારસિયામાં મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવી જનાર પકડાયો
મોબાઇલ અને બાઇક કબજે કરતી પોલીસ
વડોદરા,વારસિયામાં મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઇલ ઝૂંટવીને ભાગી જનાર બાઇક સવાર આરોપીને વારસિયા પ પોલીસે ઝડપી પાડી મોબાઇલ ફોન કબજે લીધો છે.
વારસિયા તળાવ ઇલોક ટાઉનશિપમાં રહેતા સુનિલભાઇ બાલાણી વારસિયા ખાતે શ્રી ગણેશ ફ્લોર મિલ નામની અનાજની દુકાન ચલાવે છે. ગત તા. ૨૫ મી એ તેમના પત્ની નિલમબેન તેમના ઘરે કામ કરતા જીયાબેન સાથે મોપેડ પર ઘરવખરીનો સામાન લેવા માટે નીકળ્યા હતા. સામાન ખરીદીને તેઓ ઘરે પરત જતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલક તેમના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયો હતો. સુનિલભાઇએ ઇ - એફ.આઇ.આર. કરી હતી. વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, પી.આઇ. એસ.વી. વસાવા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સૂરજ ઉર્ફે સૂર્યો ગબ્બરભાઇ સોલંકી (રહે. શક્તિનગર સોસાયટી, ખોડિયાર નગરની સામે) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ અને બાઇક મળી કુલ રૃપિયા ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અગાઉ પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન, હરણી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પકડાયો છે.