Get The App

વાંકાનેર પંથકના દૂષ્કર્મ કેસમાં આરોપીને ર૦ વર્ષની સખત કેદ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
વાંકાનેર પંથકના દૂષ્કર્મ કેસમાં આરોપીને ર૦ વર્ષની સખત કેદ 1 - image


મોરબી અને જામનગરની કોર્ટમાં બે ચુકાદા

જામનગરમાં યુવતીને આપઘાત માટે મજબૂર કરવાનાં કેસમાં ત્રણ શખ્સોને ૧૦-૧૦ વર્ષની સજાનો હુકમ

મોરબી, જામનગર :  વાંકાનેર પંથકમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ર૦ વર્ષની આજીવન સખ્ત કેદની સજા અને રૃપિયા રપ હજાર દંડ ફટકાર્યો છે.

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ર૦૧૮માં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.  જે ગુનામાં સંડોવાયેલ આરોપી પરેશ માનસિંગ મેર (ઉ.વ.ર૧) ઝડપી લીધો હતો. જે કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો અને ર૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૃા.૧૦,૦૦૦ દંડ ફટકાર્યો છે. ભોગ બનનારને વળતર માટેની યોજના અન્વયે રૃા.૪ લાખ અને આરોપી દંડની રકમ ભરે તે રૃા.રપ,૦૦૦ સહીત કુલ રૃા.૪,રપ,૦૦૦ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય એક કેસમાં જામનગરમાં રહેતી એક યુવતીએ ગત તા.૧૬-૧૦-૧૪ના આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં મૃતક યુવતીનાં રૃમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે કબજે કરી હતી. જેમાં લખાયું હતું કે બાલુ કનારા મને ધમકી આપતો હતો કે, હું કહું તેમ નહીં કરીશ તો તને અને તારા પરિવારને મારી નાખીશ. આથી ડરના માર્યા હું તેની સાથે જતી હતી. બહારથી તેના મિત્રો આવે ત્યારે પણ મને બોલાવતો હતો. મને બળજબરીથી કેફી પીણું પીવડાવવામાં આવતું હતું અને મારા વીડિયો પણ આરોપીઓ દ્વારા બનાવાયા હતા. આ કૃત્યમાં પરેશભાઈ ભાયાભાઈ હાથલિયા અને અનિલ ભાયાભાઈ હાથલીયા પણ સાથે હતા.  આથી પોલીસે આ બાબતે આરોપીઓ બાલુભાઈ દેવાભાઈ કનારા, પરેશ ભાયાભાઈ હાથલીયા તથા અનિલ ભાયાભાઈ હાથલીયા નામના ત્રણ શખ્સ સામે આત્મહત્યાની દૂષ્પ્રેરણા આપવા અંગે ગુનો નોંધાયો હતો. આ  કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ભારતીબેન વાદીન દલીલો ગ્રાહ્ય રાખી એડી. ડિસ્ટ્રીકટ કોર્ટનાં ન્યાયધીશ વી.પી. અગ્રવાલે ત્રણેય આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૃા.પ૦ હજારનો વ્યક્તિગત દંડ ફટકાર્યો છે. જો દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. દંડની રકમ વળતર પેટે મૃતકના માતાને ચૂકવવા પણ આદેશ કર્યો છે. 

rajkotked

Google NewsGoogle News