માંજલપુરમાં વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો
દારૃની ૨૨૪ બોટલ કબજે
વડોદરા,પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર અલવા નાકા કોતર તલાવડી લક્ષ્મીનગરમાં રહેતો ગણેશ વારકે પોતાના મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી, પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે તપાસ કરતા ગણેશ શંકરરાવ વારકે મળી આવ્યો હતો. તેના મકાનની બાજુના ખુલ્લા પ્લોટમાંથી પોલીસે વિદેશી દારૃની ૨૨૪ બોટલ કિંમત રૃપિયા ૪૫,૫૦0 નો મળી આવ્યો હતો. પોલીસે દારૃ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫૦,૫૬૦ ની મતા કબજે કરી છે.