Get The App

ઇન્કટેક્સ ઓફિસરના સ્વાંગમાં રેડ કરનાર આરોપી ઝડપાયો

જેતપુર પાવીના એક ખેડૂતના ઘરે રેડ કરી ૧૫ લાખની છેતરપિંડી કરી હતી

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
ઇન્કટેક્સ ઓફિસરના સ્વાંગમાં રેડ કરનાર આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ખટાશ ગામે રહેતા ખેડૂતના ઘરે ઇન્કમટેક્સ અધિકારીના સ્વાંગમાં જઇ કુલ ૧૫ લાખની છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ આરોપીને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો છે.

ઇન્કમટેક્સ અધિકારીનો સ્વાંગ રચીને ઠગ ટોળકીએ ખટાશ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ફતેસીંગભાઇ લાલસીંગભાઇ રાઠવાના ઘરે ગત તા.૨૭ - ૦૧ - ૨૦૨૩ ના રોજ રેડ પાડી હતી.તમારા વિરૃદ્ધમાં અરજી આવી છે. તેવું કહી રેડ કરવાનો ડોળ કર્યો હતો. આ ગુનામાં સામેલ આરોપી એજાજ  હાફિઝભાઇ શેખ (રહે. અલમક્કા ટાવર,તાઇફ નગર, તાંદલજા)ને એસ.ઓ.જી. ની ટીમે ઝડપી  પાડયો હતો. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને ક્રાઇમ રિસર્ચ ઇન્વેસ્ટિગેશન ઓફ ઇન્ડિયાના ખોટા  પત્ર બનાવી  ઇન્કમટેક્સ ઓફિસ દિલ્હી અને ગાંધીનગરના અધિકારી  હોવાની ખોટી ઓળખ આપી રેડ કરી ૧૫ લાખથી વધુની છેતરપિંડી કરી હતી. આરોપીને કદવાલ પોલીસને સોંપવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.



Google NewsGoogle News