Get The App

ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઈમાં જેલભેગા કરાયેલા આરોપીના જામીન નકારાયા

Updated: Dec 26th, 2023

GS TEAM


Google News
Google News

 ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઈમાં જેલભેગા કરાયેલા આરોપીના જામીન નકારાયા 1 - image


સુરત

આરોપી સાગર અમૃતીયા વિરુધ્ધ અલગ અલગ રાજ્યમાં 232 ફરિયાદો થઈ હોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સક્રીય સંડોવણીનો નિર્દેશ

      

સાયબર ક્રાઈમ પોલીસે ગુનાઈત ફોર્જરી ઠગાઈ તથા આઈટી એક્ટના ભંગ બદલ જેલભેગા કરેલા આરોપીએ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ એ.એચ.સીબીયાએ આરોપીની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સક્રીય સંડોવણીનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુનાઈત ફોર્જરી ઠગાઈ તથા આઈટી એક્ટના ભંગ બદલ ગઈ તા.8-12-23ના રોજ 32 વર્ષીય આરોપી સાગર મોહનભાઈ અમૃતીયા(રે.પ્રમુખ હાર્મની,કુડાસણ ગાંધીનગર)ની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી સાગર અમૃતીયાએ ફરિયાદમાં નામ ન હોવા તથા પ્રથમદર્શનીય કેસના અભાવે સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપી પાર્ટટાઈમ ઈન્વેસ્ટમેન્ટમાં શેરમાં તથા ક્રિપ્ટો માર્કેટમાં લે-વેચ કરે છે.ઓનલાઈન વ્યવહાર પીટુપી હોય અને બિનાન્સ એપ દ્વારા કરવામાં આવ્યા હોઈ ક્રિપ્ટો કોઈન લેનાર અને આપનાર અજાણ હોઈ આ વ્યવહાર એક્ટ ઈન ગુડ ફેઈથ વ્યવહાર હોય છે.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે હાલના આરોપીએ શૈલેશ ચૌધરી પાસેથી અલગ અલગ એકાઉન્ટો રૃ.15 હજારના કમીશ આપી લેતો આવ્યો છે.તેના બે અલગ અલગ બેંક ખાતામાં 3 લાખ તથા 1 લાખ ટ્રાન્સફર થયા છે.જે આરોપીએ દુબઈ જઈ એટીએમમાંથી ઉપાડી બીનાસ એપમાં યુએસટીડી વેચીને બેકખાતામાં 7.64 લાખના ટ્રાન્જેકશન કર્યા છે.આરોપીએ મોબાઈલ ફોનમાંથી અલગ અલગ બેન્કનો ઉપયોગ કર્યો છે.જે બેંક ખાતાની નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ પર ચેક કરતાં અલગ અલગ રાજ્યોમાં કુલ 232 ફરિયાદી થઈ છે.જેથી આરોપીની ગંભીર ગુનામાં સક્રીય સંડોવણી હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા નાસી ભાગી જાય તેવી સંભાવના છે.


Tags :