155 કરોડના બીટકોઇન હડપવાના કેસના આરોપીને વિદેશ જવા શરતી મંજુરી
સીઆઇડી ક્રાઇમે ક્રિપ્ટો હડપવા અને બ્રોકરના અપહરણના ગુનામાં જીગ્નેશ મોરડીયા સહિત 11 આરોપી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો
સુરત
સીઆઇડી ક્રાઇમે ક્રિપ્ટો હડપવા અને બ્રોકરના અપહરણના ગુનામાં જીગ્નેશ મોરડીયા સહિત 11 આરોપી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો
સુરત
સીઆઈડી ક્રાઈમે 155 કરોડ કિંમતના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનાઈત કારસામાં જેલભેગા કરેલા
આરોપી શૈલેશ ભટ્ટ આણી મંડળીના સાગરિત જીગ્નેશ મોરડીયાની કોર્ટમાં જમા પાસપોર્ટ પરત
માંગતી તથા ધંધાકીય હેતુ માટે વિદેશ જવા દેશની હદ છોડવાની પરવાનગી માંગતી અરજીને ઈન્ચાર્જ
સુરત જિલ્લા સેશન્સ જજ બી.પી.પુજારાએ શરતોને આધીન મંજુર કરી છે.
સુરત સીઆઈડી ક્રાઈમમાં વર્ષ-2018માં બીટકોઈન બ્રોકર પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી રાખીને બળજબરીથી 155 કરોડ કિંમતના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનાઈત કારસા બદલ મુખ્ય આરોપી શૈલેશ ભટ્ટ સહિત કુલ 11 આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.
આ કેસમાં સ્થાનિક અદાલતે જામીન નકારતા ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મુક્ત કરેલા આરોપી જીગ્નેશ મોરડીયાએ લાદેલી જામીન શરત મુજબ સુરતની ટ્રાયલ કોર્ટમાં જમા કરાવેલા પાસપોર્ટ પરત આપવા તથા વિદેશમાં બિઝનેસ હેતુ માટે બે મહીના પુરતા દેશની હદ છોડવા શકદાર જીગ્નેશ મોરડીયાએ કિશન દહીયા મારફતે માંગ કરી હતી.જેને કોર્ટે અંશતઃ માન્ય રાખી શરતોને આધીન પરવાનગી આપતો હુકમ કર્યો હતો.કોર્ટે શકદારને બે મહીના માટે દેશની હદ છોડવા શરતી મંજુરી આપી 1 લાખ ડીસ્ટ્રીક કોર્ટના નાઝર સમક્ષ જમા કરાવવા તથા ૨૫ હજારની શ્યોરીટી સાથેના બોન્ડ આપવા નિર્દેશ આપ્યો છે.તદુપરાંત વિદેશમાં રહેવાના સ્થળના સરનામા,સંપર્ક નંબર તથા દેશની વિગતો જાહેર કરવા જણાવ્યું છે.શકદાર વિરુધ્ધની કેસ કાર્યવાહી ચાલુ થાય તો પોતાની ગેરહાજરી અંગે વાંધો ન ઉઠાવવા તથા પોતાની ગેરહાજરીમાં વકીલ કાર્યવાહી હાથ ધરી શકે તેવી લેખિત બાંહેધરી આપવા નિર્દેશ આપ્યો છે.તદુપરાંત નિયત સમય બાદ વિદેશથી પરત ફર્યા બાદ સંબંધિત કોર્ટ તથા પોલીસ મથકને જાણ કરી સ્વતંત્રતાનો ગેરલાભ ન ઉઠાવવા જણાવ્યું છે.