Get The App

રૃા.૧૭ લાખની ઠગાઈમાં વલસાડ પંથકના આરોપીની ધરપકડ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
રૃા.૧૭ લાખની ઠગાઈમાં વલસાડ પંથકના આરોપીની ધરપકડ 1 - image


શેર માર્કેટમાં રોકાણના નામે

આરોપીના બેન્ક ખાતામાં ત્રણ જ માસમાં રૃા.૬૧ લાખના ટ્રાન્ઝેકશન થયા હતા

રાજકોટ :  ૧પ૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ રૃક્ષ્મણિ હાઈટસમાં રહેતાં નીશાબેન યશવંતભાઈ પેઢડીયા (ઉ.વ.૩૯) સાથે શેર બજારમાં ઓનલાઈન રોકાણના નામે રૃા.૧૭.૪૪ લાખની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપી હરિશ વેલજીભાઈ ભાનુશાલી (ઉ.વ.પ૩, રહે. સન રેસીડેન્સી, કીકરલા ઉદવાડા, જી.વલસાડ)ને ઝડપી લઈ ગેંગના બીજા સભ્યોને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે.

આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી થઈ હતી. જેના આધારે પી.આઈ. આર. જી. પઢીયારે તપાસ આગળ ધપાવી આરોપી હરીશને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટના ગુનામાં આરોપીના બેન્ક ખાતામાં રૃા.૧૦ લાખથી વધુની રકમ જમા થઈ હતી.

એટલું જ નહીં અન્ય રાજયોમાં થયેલી ૧પ થી ૧૬ સાયબર ફ્રોડની અરજીમાં પણ  આરોપીના બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ગત માર્ચ માસથી મે માસ દરમિયાન આરોપીના બેન્ક ખાતામાં રૃા.૬૧ લાખના ટ્રાન્ઝેકશન પણ થયા હતા. આ સ્થિતિમાં આરોપી સાથે બીજા કયા-કયા આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આરોપી  હરીશ વિરૃધ્ધ લીલીયા પોલીસ મથકમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ નોંધાયા છે.


Google NewsGoogle News