વડોદરાની સગીરાનું અપહરણ કરનાર યુપીનો આરોપી 9 વર્ષે મુંબઈથી પકડાયો

Updated: May 21st, 2024


Google NewsGoogle News
વડોદરાની સગીરાનું અપહરણ કરનાર યુપીનો આરોપી 9 વર્ષે મુંબઈથી પકડાયો 1 - image


વડોદરામાંથી નવ વર્ષ પહેલા સગીર કન્યાનું અપહરણ કરનાર પરપ્રાંતિય યુવક મુંબઈ માંથી પકડાયો છે. 

હરણી વિસ્તારમાં રહેતી સગીરાનું મે-2015માં અપહરણ કરનાર સુનિલ યાદવ (દરજીપુરા હરણી પાસે, મૂળ યુપી) ને શોધવા માટે પોલીસની ટીમો યુપી ગઈ હતી. જ્યાં 15 દિવસ બાદ સગીરા મળી આવી હતી. પરંતુ આરોપીનો પત્તો ન હતો.

આરોપી સુનિલ યાદવ છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહી રીક્ષા ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતી મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વોચ રાખ્યા બાદ સુનિલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.


Google NewsGoogle News