વડોદરામાં સગીર વયની વિદ્યાર્થીની પર દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ
Vadodara : સગીર વયની વિદ્યાર્થીનીના ઘરે જઈ અવાર-નવાર શારીરિક સંબંધો બાંધી ધમકી આપનાર આરોપીની કપૂરાઈ પોલીસે ધરપકડ કરી છે.
વડોદરામાં 15 વર્ષની કિશોરી જ્યારે પણ સ્કૂલેથી છૂટી પરત ઘરે આવતી હોય ત્યારે આરોપી ભરત ઉર્ફે યોગેશ સોલંકી (રહે. નુર્મ આવાસ યોજના વુડાના મકાનમાં. જાંબુવા) અવારનવાર તેનો પીછો કરી હેરાન કરતો હતો. વર્ષ 2023 માં એપ્રિલ, જુન, સપ્ટેમ્બર મહિનામાં બપોરના ત્રણ વાગ્યાના સમયમાં તેના ઘરે જઈ આરોપીએ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે તારા માતા-પિતા કે અન્ય કોઈને જાણ કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ. યોગેશ સોલંકીનું કહેવાનું નહીં માનતા વિદ્યાર્થીનીના ભાઈ સાથે આરોપીએ ઝઘડો કર્યો હતો આ ગુનામાં પીઆઇ ડી.સી.રાઓલે આરોપી યોગેશ જુગાભાઈ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.